Nobat | 4 days ago | 05-08-2022 | 04:10 pm
લાંબી કતારો લાગી-તહેવારો ટાણે જ રોગચાળાનો ઉપદ્રવ વધવા લાગતા ચિંતા વધીઃજામનગરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાનું પ્રમાણ ખૂબ જ વધ્યું છે. પરિણામે ઘરે ઘરે બીમારીના ખાટલા જોવા મળી રહ્યા છે, તો શહેરની સરકારી હોસ્પિટલમાં દર્દીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. જે દર્શાવે છે કે, શહેર-જિલ્લામાં રોગચાળાનું પ્રમાણ કેટલું વધ્યું છે. જી.જી. હોસ્પિટલમાં કેસબારી, દવાબારી અને ઓપીડીમાં દર્દીઓની લાંબી કતારો જોવા મળી રહી છે અને કલાકો સુધી દર્દીઓને લાંબી લાઈનમાં ઊભા રહેવાની ફરજ પડી રહી છે. એક તરફ તહેવારો નજીક આવી રહ્યા છે, ત્યારે બીજી તરફ બીમારીનું પ્રમાણ વધતા હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે, જ્યારે લોકોમાં તહેવારો ટાંકણે ફાટી નીકળેલ રોગચાળાની ચિંતા જાગી છે.જોઆપનેઆપોસ્ટગમીહોયતોશેરકરો...Follow us:આજપ્રકારનીબીજીપોસ્ટમાટેઅમારીએપડાઉનલોડકરો.Android:https://rb.gy/surhtvApple ios:https://rb.gy/cee4r9Social Mediaઅમારાફેસબુકપેજનેલાઇકકરોઅનેમેળવોતમામઅપડેટસ.https://www.facebook.com/nobatdaily/ફોટોસ્ટોરીમાટેઅમારાઇન્સ્ટાગ્રામપેઈજનેફોલ્લોકરોhttps://www.instagram.com/nobatdaily?r=nametag