ગુજરાતમાં પાંચ દિવસ ભારે વરસાદની આગાહીઃ ધ્રાંગધ્રામાં મુશળધાર વરસાદ

Nobat | 6 days ago | 05-08-2022 | 04:10 pm

ગુજરાતમાં પાંચ દિવસ ભારે વરસાદની આગાહીઃ ધ્રાંગધ્રામાં મુશળધાર વરસાદ

જામનગરમાં વરસાદી માહોલ વચ્ચે ઝાપટાઃ રાજકોટમાં ઝરમરઅમદાવાદ તા. પઃ જામનગરમાં વરસાદી માહોલ વચ્ચે આજે ઝાપટાં પડ્યા છે, તો રાજકોટમાં ઝરમરિયો વરસાદ પડી રહ્યો હોવાના અહેવાલો છે. ધ્રાંગધ્રામાં કડાકા ભડાકા સાથે મુશળધાર વરસાદ પડ્યો છે. બીજી તરફ પાંચ દિવસ સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહી હવામાન ખાતાએ કરી છે.હવામાન વિભાગની રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે. જેમાં રાજ્યમાં પ દિવસ સાર્વત્રિક વરસાદ રહેશે તથા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના છે. તેમજ વરસાદી સિસ્ટમ સક્રિય થતાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમાં અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદની આગાહી છે.આજે આણંદ, વડોદરા અને ભરૃચમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમાં ૮ ઓગસ્ટે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. વરસાદને લઈ હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. તેમાં આજથી રાજ્યમાં વરસાદનું જોર વધશે તથા આજે આણંદ, વડોદરા અને ભરૃચમાં ભારે વરસાદની આગાહી છે તેમજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે.ઉલ્લેખનિય છે કે, અમદાવાદ અને ગાંધીનગરમાં સામાન્ય વરસાદની આગાહી છે. ૮ ઓગસ્ટે રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી છે તેમજ રાજ્ય પર વરસાદી સિસ્ટમ સક્રિય થતાં આગાહી કરવામાં આવી છે તેમજ ૮ ઓગસ્ટે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યં છે.સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રામાં આજે વહેલી સવારથી કડાકાભડાકા સાથે મુશળધાર વરસાદ વરસ્યો હતો, જેથી અનેક જગ્યાએ પાણી ભરાતા લોકો પરેશાન થઈ રહ્યા છે.બીજી તરફ રાજકોટમાં આજે ઝરમર વરસાદ ચાલુ છે, તો જામનગરમાં વરસાદી માહોલ વચ્ચે સમયાંતરે ઝાપટા પડ્યા હતાં.જોઆપનેઆપોસ્ટગમીહોયતોશેરકરો...Follow us:આજપ્રકારનીબીજીપોસ્ટમાટેઅમારીએપડાઉનલોડકરો.Android:https://rb.gy/surhtvApple ios:https://rb.gy/cee4r9Social Mediaઅમારાફેસબુકપેજનેલાઇકકરોઅનેમેળવોતમામઅપડેટસ.https://www.facebook.com/nobatdaily/ફોટોસ્ટોરીમાટેઅમારાઇન્સ્ટાગ્રામપેઈજનેફોલ્લોકરોhttps://www.instagram.com/nobatdaily?r=nametag

Google Follow Image