Gujarat Election 2022 : ગૃહપ્રધાન અમિત શાહના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ, જાણો સંપૂર્ણ કાર્યક્રમ

Tv9 | 8 months ago | 27-09-2022 | 07:55 am

Gujarat Election 2022 : ગૃહપ્રધાન અમિત શાહના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ, જાણો સંપૂર્ણ કાર્યક્રમ

ગૃહપ્રધાન અમિત શાહ ગુજરાત પ્રવાસે (Amit Shah Gujarat visit) છે. પોતાના પ્રવાસના બીજા દિવસે તેઓ વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેવાના છે. અમિત શાહના હસ્તે ગાંધીનગરના સંસદીય વિસ્તારમાં (gandhinagar)  વિકાસ કામોના ખાતમુહુર્ત અને લોકાર્પણ કરવામાં આવશે. સવારે તેઓ કલોલ પહોંચશે, જ્યાં KRIC કોલેજ દ્વારા નિર્માણધીન થનાર 750 બેડની આધુનિક હોસ્પિટલનું ખાતમુહૂર્ત કરશે, ત્યાંથી તેઓ રૂપાલ વરદાયિની માતાના મંદિરે જશે. જ્યાં માતાજીના દર્શન કરવા ઉપરાંત સોને મઢેલા ગર્ભગૃહને ભક્તો માટે ખુલ્લો મુકશે.ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા નવનિર્મિત અંડરપાસનું અમિત શાહના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે.ત્યારબાદ તેઓ લેકાવાડામાં GTUના નવા બિલ્ડિંગનું ભૂમિપૂજન કરશે.જે બાદ મહાકાળી માતાના દર્શન કરવા અંબોડ જવા રવાના થશે. માણસા ખાતે ગૃહપ્રધાન અમિત શાહ બહુચરાજી માતાજીના દર્શન અને આરતી કરશે.વિધાનસભા ચૂંટણી પૂર્વે અમિત શાહની લોકસભા બેઠક ગાંધીનગરમાં (Gandhinagar) આવતી મોટાભાગની વિધાનસભા બેઠકોને આવરી લેતા કાર્યક્રમોમાં શાહ ઉપસ્થિત રહ્યા છે. આજેપણ અમિત શાહ 7 કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે.તો નવરાત્રીના (Navratri) દિવસોમાં અમિત શાહ અમદાવાદ ગુજરાત પ્રવાસે આવ્યા છે ત્યારે આ બે દિવસોમાં શાહ 4 મંદિરોમાં શીશ ઝુકાવશે. વિરોચનનગરમાં મેલડી માં ના દર્શન બાદ આવતીકાલે રૂપાલ માં વરદાયિની માં ના દર્શન કરશે. સાંજે આંબોડ ખાતે મહાકાળીમાં ના દર્શન બાદ અમિત શાહ બીજી નવરાત્રીએ બહુચર માતાજી ના દર્શન કરશે.

Google Follow Image