Gir somanth: સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ખાતે 16માં યુવક મહોત્સવનો પ્રાંરભ, શોભાયાત્રા બની આકર્ષણનું કેન્દ્ર

Tv9 | 1 day ago | 23-09-2022 | 04:55 pm

Gir somanth: સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ખાતે 16માં યુવક મહોત્સવનો પ્રાંરભ, શોભાયાત્રા બની આકર્ષણનું કેન્દ્ર

ગુજરાતની વિખ્યાત સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી  (Somnath Sanskrit University) ખાતે યુવાઓમાં વિવિધ કૌશલ્ય ખીલે તે માટે યુવક મહોત્સવનો  (Youth festival ) પ્રારંભ કરવામાં આવ્યો છે.  આ યુવક મહોત્સવના આરંભ પહેલા વેરાવળ શહેરના રસ્તા પર યુવકો દ્વારા શોભાયાત્રાનું કાઢવામાં આવી હતી જે આકર્ષણનું કેન્દ્ર બની હતી.  ટાવર ચોકથી સંસ્કૃત શોભાયાત્રાનો પ્રારંભ નગરપાલિકાના પ્રમુખ પિયુષ ફોફંડી તથા યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ ડૉ.લલિતકુમાર પટેલના હસ્તે કરવામાં આવ્યો હતો. યુનિવર્સિટીના (Univercity) પદાધિકારીઓ, ગુજરાતભરમાંથી પધારેલા તમામ સ્પર્ધકો શોભાયાત્રામાં સામેલ થયા હતાવિદ્યાર્થીઓ દેવભાષા સંસ્કૃતનું અધ્યયન કરે છે તે અભ્યાસની સાથે સાથે તેઓ રમતગમત અને કલા ક્ષેત્રે પણ આગળ વધે તેવા ઉમદા હેતુ સાથે સોમનાથ સંસ્કૃતિ યુનિવર્સિટી દ્વારા વિવિધ સ્પર્ધા આયોજિત કરવામાં આવી છે. યુવક મહોત્સવમાં 45 સ્પર્ધાઓમાં 577 જેટલા વિદ્યાર્થીઓ ભાગ લેશે. જૈ પૈકી 30 સ્પર્ધાઓ સ્પોર્ટ્સની અને 15 સ્પર્ધાઓ કલા,સંસ્કૃતિ અને શૈક્ષણિક સ્પર્ધાઓની છે. ત્યારે સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી સંલગ્ન 38 કોલેજોમાંથી વિવિધ સ્પર્ધામાં ભાગ લેવા સ્પર્ધકો વેરાવળ પહોંચ્યા હતા.યુવક મહોત્સવના સમારોહના આરંભે સોમનાથ સંસ્કૃતિ યુનિવર્સિટી કુલસચિવ ડૉ.દશરથ જાદવ દ્વારા  યુનિવર્સિટીના ન્યૂઝલેટર सोमज्योति: અંક -33નું વિમોચન કરવામાં આવ્યું હતું.

Google Follow Image