જી.જી. હોસ્પિટલમાં નારી નંદન ઉત્સવ નિમિત્તે નવજાત બાળકીઓને 'વધામણા' કીટ અર્પણ કરાઈ

Nobat | 4 days ago | 05-08-2022 | 04:10 pm

જી.જી. હોસ્પિટલમાં નારી નંદન ઉત્સવ નિમિત્તે નવજાત બાળકીઓને 'વધામણા' કીટ અર્પણ કરાઈ

બેટી બચાઓ... બેટી પઢાઓ અંતર્ગત રેલીઃજામનગર તા. પઃ નારી વંદન ઉત્સવ અંતર્ગત જામનગરની જી.જી. હોસ્પિટલમાં બેટી બચાઓ-બેટી પઢાઓ કાર્યક્રમ યોજાયો હતો. તે દરમિયાન જી.જી. હોસ્પિટલમાં જનમેલ નવજાત બાળકીઓને વધામણા કીટ અર્પણ કરી વ્હાલી દીકરી યોજનાના હુકમો એનાયત કરાયા હતાં.રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગાંધીનગર દ્વારા તા. ૧-૮-ર૦રર થી તા.૭-૮ દરમિયાન 'નારી વંદન ઉત્સવ'ની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં દરરોજ અલગ અલગ થીમ પર વિશેષ દિનની ઉજવણી કરવામાં આવે છે.મહિલા સુરક્ષા દિવસ, બેટી બચાઓ-બેટી પઢાઓ, મહિલા સ્વાવલંબન દિવસ, મહિલા નેતૃત્વ દિવસ, મહિલા કર્મયોગી દિવસ, મહિલા કલ્યાણ દિવસ, મહિલા અને બાળ આરોગ્ય દિવસ જેવી થીમ પર વિવિધ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત જામનગર જિલ્લામાં 'નારી વંદન ઉત્સવ' અને વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણીના ભાગરૃપે તા. ર-૮-ર૦રર ના શહેરની જી.જી. હોસ્પિટલમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી કીર્તનબેન પરમારના અધ્યક્ષસ્થાને 'બેટી બચાવો-બેટી પઢાઓ' દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં જી.જી. હોસ્પિટલમાં જન્મેલ નવજાત બાળકીઓને દીકરી વધામણા કીટ આપીને આવકારવામાં આવી હતી તથા તેમના વાલીઓને દીકરીની યોગ્ય કાળજી અને સંભાળ લેવા સમજાવવામાં આવ્યા હતાં તથા દીકરીઓને ઉચ્ચ શિક્ષણ આપી આગળ વધારવા પ્રોત્સાહન પૂરૃં પાડ્યું હતું. સાથે સાથે તમામ દીકરીઓને સરકારની વ્હાલી દીકરી યોજનાના ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હતું તથા વ્હાલી દીકરી યોજનાના મંજુર થયેલ લાભાર્થીઓને હુકમ વિતરણ કરવામાં આવ્યા હતાં તેમજ સ્તનપાન સપ્તાહ ઉજવણી અંતર્ગત બાળકો માટે સ્તનપાનના મહત્ત્વ વિશે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.આ ઉપરાંત 'બેટી બચાઓ-બેટી પઢાઓ' દિનની ઉજવણી અંતર્ગત કિશોરીઓ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 'બેટી બચાઓ-બેટી પઢાઓ'ના સૂત્રોચ્ચાર સાથે સમાજમાં જાગૃતિ લાવવા પ્રયાસો કરવામાં આવ્યા હતાં. આ કાર્યક્રમમાં જી.જી. હોસ્પિટલના પ્રસૂતિ અને સ્ત્રી રોગ વિભાગના વડા ડો. નલિની આનંદ, ડો. મોના ગાંધી અને નિતા રાડા, જિલ્લા મહિલા અને બાળ અધિકારી ડો. ચંદ્રેશ ભાંભી, પ્રોગ્રામ ઓફિસર બિનલ સુથાર, દહેજ પ્રતિબંધક અધિકારી હંસાબેન ટાઢાણી તથા સોનલ વર્ણાગર, મહિલા શક્તિ કેન્દ્ર, સખી વન સ્ટોપ સેન્ટર, આઈ.સી.ડી.એસ. કચેરી, જિલ્લા પંચાયતના તથા હોસ્પિટલના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.જોઆપનેઆપોસ્ટગમીહોયતોશેરકરો...Follow us:આજપ્રકારનીબીજીપોસ્ટમાટેઅમારીએપડાઉનલોડકરો.Android:https://rb.gy/surhtvApple ios:https://rb.gy/cee4r9Social Mediaઅમારાફેસબુકપેજનેલાઇકકરોઅનેમેળવોતમામઅપડેટસ.https://www.facebook.com/nobatdaily/ફોટોસ્ટોરીમાટેઅમારાઇન્સ્ટાગ્રામપેઈજનેફોલ્લોકરોhttps://www.instagram.com/nobatdaily?r=nametag

Google Follow Image