જામજોધપુરના યાર્ડમાં દુકાનમાંથી જુગારની મહેફિલ પકડાઈઃ સાડા પાંચ લાખનો મુદ્દામાલ

Nobat | 6 days ago | 05-08-2022 | 04:10 pm

જામજોધપુરના યાર્ડમાં દુકાનમાંથી જુગારની મહેફિલ પકડાઈઃ સાડા પાંચ લાખનો મુદ્દામાલ

ચાર દરોડામાં ત્રેવીસ પત્તાપ્રેમી પકડાઈ ગયાઃજામનગર તા. ૫ ઃ જામજોધપુરના માર્કેટીંગ યાર્ડમાં એક દુકાનમાં ગઈકાલે સાંજે રમાઈ રહેલા જુગાર પર પોલીસ ત્રાટકી હતી. દુકાનદાર સહિત સાત પત્તાપ્રેમી પકડાઈ ગયા હતા. પોલીસે મોટર, રોકડ, મોબાઈલ મળી રૃપિયા સાડા પાંચેક લાખનો મુદ્દામાલ કબજે કર્યાે હતો. જ્યારે કાલાવડના ભગત ખીજડિયા, લાલપુરના સણોસરી અને જામજોધપુરના વેરાવળ ગામમાંથી સોળ શખ્સ તીનપત્તી રમતા મળી આવ્યા હતા. જામજોધપુર શહેરમાં આવેલા માર્કેટીંગ યાર્ડ સ્થિત એક દુકાનમાં જુગારનો અખાડો શરૃ થયો હોવાની બાતમી પરથી ગઈકાલે સાંજે પીઆઈ એમ.એન. ચૌહાણ તથા સ્ટાફે માર્કેટીંગ યાર્ડમાં પ્રિતેશ રસીકભાઈ ભાલોડિયાની દુકાનમાં દરોડો પાડતા ત્યાંથી સાત શખ્સ ગંજીપાના કૂટતા મળી આવ્યા હતા.દુકાનદારને નાલ આપી જુગાર રમતા અમિતભાઈ જગદીશભાઈ ખાંટ, શ્યામ અતુલભાઈ માણાવદરીયા, પિયુષ શાંતિલાલ ભુવા, કમલેશ રમણીકલાલ હિંસુ, ભાવેશ મોહનભાઈ વડાલીયા, ભાવિન મનસુખભાઈ ખાંટની પોલીસે ધરપકડ કરી છે.પટમાંથી રૃા.૧,૮૬,૨૨૦ રોકડા, સાત મોબાઈલ, એક મોટર મળી કુલ રૃા.૫,૫૬,૨૨૦નો મુદ્દામાલ કબજે કરાયો છે. સાતેય સામે જુગારધારાની કલમ-૪, ૫ હેઠળ ગુન્હો નોંધાયો છે.કાલાવડ તાલુકાના ખરેડી ગામથી ભગત ખીજડિયા ગામ તરફના રસ્તા પર દીપક રાણપરીયાના ખેતર નજીક ગઈકાલે બપોરે ગંજીપાનાથી જુગાર રમતા ભગવાનજી હરસુખભાઈ શિંગાળા, રજનીક વજુભાઈ ભાલાળા, દીપક શામજીભાઈ રાણપરીયા, જીતેન્દ્ર નાનજીભાઈ શિંગાળા, અશોક જયંતિભાઈ શિંગાળા નામના પાંચને પોલીસે પકડી પાડ્યા હતા. પોલીસે પટમાંથી રૃા.૧૦,૩૪૦ રોકડા કબજે કર્યા છે.લાલપુર તાલુકાના સણોસરી ગામની સીમમાં આવેલી એનારકોન કંપનીની ૬૬ કેવી સબ સ્ટેશન પાછળની જગ્યામાં ગઈરાત્રે ગંજીપાનાથી જુગાર રમતા કિશન નાથાભાઈ કરમુર, ચનાભાઈ ડોસાભાઈ કોડિયાતર, વિપુલ વિનોદભાઈ સાદરીયા, ભરત સવદાસ ખોડભાયા, હમીર સાજણભાઈ કરંગીયા, રમેશ ભીખાભાઈ ડાંગર, સાવન અરશીભાઈ ભીંભા નામના સાત શખ્સને પોલીસે રૃા.૨૧,૮૬૦ની રોકડ સાથે પકડી લઈ ગુન્હાની નોંધ કરી છે.જામજોધપુર તાલુકાના વેરાવળના વાડી વિસ્તારમાં ગઈરાત્રે જામેલી જુગારની મહેફિલ પર પોલીસે દરોડો પાડતા ત્યાંથી હુસેન અલારખા રાવકરડા, હનીફ મામદ રાવકરડા, જયંતિભાઈ વિજયભાઈ મુછડીયા, હારૃન હાજી રાવકરડા નામના ચાર શખ્સ ઝડપાઈ ગયા હતા. રૃા.૧૧,૨૨૦ રોકડા કબજે કરવામાં આવ્યા છે.જોઆપનેઆપોસ્ટગમીહોયતોશેરકરો...Follow us:આજપ્રકારનીબીજીપોસ્ટમાટેઅમારીએપડાઉનલોડકરો.Android:https://rb.gy/surhtvApple ios:https://rb.gy/cee4r9Social Mediaઅમારાફેસબુકપેજનેલાઇકકરોઅનેમેળવોતમામઅપડેટસ.https://www.facebook.com/nobatdaily/ફોટોસ્ટોરીમાટેઅમારાઇન્સ્ટાગ્રામપેઈજનેફોલ્લોકરોhttps://www.instagram.com/nobatdaily?r=nametag

Google Follow Image