હાઈ-વે પર આવેલી વધુ સાત હોટલમાંથી રૃપિયા ૨૯ લાખની મળી આવી વીજચોરી

Nobat | 4 days ago | 05-08-2022 | 04:10 pm

હાઈ-વે પર આવેલી વધુ સાત હોટલમાંથી રૃપિયા ૨૯ લાખની મળી આવી વીજચોરી

જીયુવીએનએલ દ્વારા સતત બીજા દિવસે ચેકીંગઃજામનગર તા.૫ ઃ વડોદરાથી વીજ ચેકીંગ માટે ધસી આવેલી જીયુવી એનએલની વિજીલન્સ ટુકડીઓએ ગઈકાલે સતત બીજા દિવસે દ્વારકા સુધીના ધોરીમાર્ગ પર આવેલી હોટલોમાં ચેકીંગ કરતા વધુ સાત હોટલમાંથી રૃપિયા ઓગણત્રીસ લાખ ઉપરાંતની વીજચોરી મળી આવી છે.ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડની વડોદરાથી દોડી આવેલી ટુકડીએ બુધવારે રાત્રે હાઈ-વે પરની કેટલીક વાહનોમાં ચેકીંગ હાથ ધર્યા પછી ત્રણ હોટલમાંથી રૃા.૨૩ લાખ ઉપરાંતની વીજચોરી મળી આવી હતી. તે પછી ગઈકાલે ઉપરોક્ત ચેકીંગ યથાવત રાખવામાં આવ્યું હતું.ગઈકાલે જીયુવીએનએલની વિજીલન્સ ટુકડીએ ખંભાળિયા તથા દ્વારકા ડિવિઝનમાં આવતા ખંભાળિયા શહેર તેમજ વડત્રા, ભાટિયા અને દ્વારકા સુધીના ધોરીમાર્ગ પરની હોટલોમાં ચેકીંગ કર્યું હતું. જેમાંથી સાત હોટલોમાં વીજચોરી મળી આવી હતી.કુલ સાત ટુકડીઓએ જીયુવીએનએલ પોલીસના વીસ જવાનોના સુરક્ષા કવચ હેઠળ કરેલી કામગીરીમાં ૩૭ હોટલોમાં ચકાસણી કરાઈ હતી. જેમાંથી સાતમાં વીજચોરી મળતા રૃા.૨૯ લાખ ૧૬ હજારના પુરવણી બીલ ફટકારવામાં આવ્યા છે.

Google Follow Image