આઠમું પગારપંચ નહીં આવેઃ સરકારની સ્પષ્ટતા પછી સરકારી કર્મચારીઓ નિરાશ

Nobat | 4 days ago | 05-08-2022 | 04:10 pm

આઠમું પગારપંચ નહીં આવેઃ સરકારની સ્પષ્ટતા પછી સરકારી કર્મચારીઓ નિરાશ

કેન્દ્ર સરકારે આવી વાતો પાયાવિહોણી ગણાવીઃનવી દિલ્હી તા. પઃ કેન્દ્ર સરકારે આઠમું પગાર પંચ આવશે નહીં, તેવી ચોખવટ સરકારે કરતા સરકારી કર્મચારીઓ તથા પેન્શનરોમાં નિરાશા વ્યાપી હોવાના અહેવાલો છે.ઘણાં સમયથી ૮ મા પગાર પંચ વિશે દરરોજ મીડિયા રિપોર્ટસ આવતા રહે છે, પરંતુ તે લાગુ થશે કે નહીં તે અંગે શંકા હતી, પરંતુ હવે મોદી સરકારે સ્પષ્ટ કર્યું છે કે, આઠમું પગાર પંચ આવવાનું નથી. મીડિયા રિપોર્ટસ અનુસાર કેન્દ્ર સરકાર દ્વારા આવા કોઈપણ દાવાને પાયાવિહોણા હોવાનું કહેવામાં આવ્યું છે. જેમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના પગાર, ભથ્થા અને પેન્શનમાં સુધારો કરવા માટે ૮ મી કેન્દ્રિય પગાર પંચ લાવવાની વાત કરવામાં આવી છે.કેન્દ્રિય નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ સંસદમાં એક પ્રશ્નના લેખિત જવાબમાં જણાવ્યું હતું કે, આવી કોઈ દરખાસ્ત સરકાર પાસે વિચારણા હેઠળ નથી. મીડિયા રિપોર્ટસ અનુસાર નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીને પૂછવામાં આવ્યું કે શું એ વાત સાચી છે કે સરકાર કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના પગાર, ભથ્થા અને પેન્શનમાં સુધારો કરવા માટે ૮ મા પગાર પંચ લાગુ કરવા પર વિચાર કરી રહી છે. તેના પર સરકાર તરફથી કહેવામાં આવ્યું કે, તે આવવાનું નથી. કેન્દ્રિય નાણા રાજ્ય મંત્રીએ કહ્યું કે એવું સૂચન કરવામાં આવ્યું છે કે, સમયાંતરે પે મેટ્રિક્સમાં ફેરફાર થવો જોઈએ, અને આ માટે આગામી પગાર પંચની જરૃર નથી. આવી સ્થિતિમાં એકોયડ ફોર્મ્યુલાના આધારે તેની સમીક્ષા કરી શકાય છે અને તેમાં સુધારો કરી શકાય છે, જે સામાન્ય માણસ માટે જરૃરી વસ્તુઓની કિંમતોને ધ્યાનમાં રાખીને ફેરફાર કરી શકે છે.વધતી જતી મોંઘવારીને કારણે એવી અપેક્ષા રાખવામાં આવી હતી કે ઓગસ્ટની શરૃઆતમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો ડીએ (મોંઘવારી ભથ્થું) અને ડીઆર (મોંઘવારી રાહત) માં ૪ ટકા સુધીનો વધારો કરી શકે છે, જો કે હજુ સુધી આ અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. જો સરકાર ડીએ વધારશે તો કેન્દ્રિય કર્મચારીઓના પગારમાં મોટો વધારો હશે.જો કે, હાલ તુરત તો સરકારે આ સ્પષ્ટતા કર્યા પછી સરકારી કર્મચારીઓ અને પેન્શનરોમાં નિરાશા વ્યાપી ગઈ હોવાનું જાણવા મળે છે.જોઆપનેઆપોસ્ટગમીહોયતોશેરકરો...Follow us:આજપ્રકારનીબીજીપોસ્ટમાટેઅમારીએપડાઉનલોડકરો.Android:https://rb.gy/surhtvApple ios:https://rb.gy/cee4r9Social Mediaઅમારાફેસબુકપેજનેલાઇકકરોઅનેમેળવોતમામઅપડેટસ.https://www.facebook.com/nobatdaily/ફોટોસ્ટોરીમાટેઅમારાઇન્સ્ટાગ્રામપેઈજનેફોલ્લોકરોhttps://www.instagram.com/nobatdaily?r=nametag

Google Follow Image