ફેક્ટરી ઓનર્સ એસો.ના પ્રમુખની વરણી સામે કારોબારી સભ્યોએ કરેલો દાવો રદ્દ

Nobat | 5 days ago | 06-08-2022 | 04:10 pm

ફેક્ટરી ઓનર્સ એસો.ના પ્રમુખની વરણી સામે કારોબારી સભ્યોએ કરેલો દાવો રદ્દ

સાડા સાત દાયકાના એસો.ના કાર્યકાળમાં પ્રથમ બનાવઃજામનગર તા. ૬ ઃ જામનગરની ફેક્ટરી ઓનર્સ એસોસિએશનના ત્રણ વર્ષના પ્રમુખની વરણી માટે કારોબારી સમિતિ દ્વારા શરૃ કરાયેલી હિલચાલ વચ્ચે એક આસામીની બિનહરિફ વરણી થઈ હતી. તે વરણી સામે કારોબારીના પાંચ સદસ્યોએ અદાલતમાં દાવો કર્યાે હતો. તે દાવો અદાલતે નામંજૂર કર્યાે છે.જામનગરના ફેક્ટરી ઓનર્સ એસોસિએશનના હોદ્દેદારોની ચૂંટણી યોજાયા પછી કારોબારી સમિતિએ પસંદ કરેલા પ્રમુખની વરણીને કારોબારી સમિતિના જ પાંચ સદસ્યોએ અદાલતમાં પડકારી હતી. વર્ષ ૧૯૪૮થી સ્થપાયેલી આ સંસ્થાની વર્ષ ૨૦૨૨-૨૫ માટેની ચૂંટણી યોજાઈ હતી.નવા સત્રની કારોબારી સમિતિના સભ્યો અને કો.ઓ. સભ્યોની ઉપસ્થિતિમાં પ્રથમ બેઠકમાં હોદ્દેદારોની વરણી થઈ હતી. જેમાં પ્રમુખપદ માટે લાખાભાઈ કેશવાલાનું નામ સૂચવાતા તેમની પ્રમુખપદે બિનહરિફ વરણી થઈ હતી.તે વરણી સામે કારોબારી સભ્ય રામજીભાઈ પટેલ તથા અન્ય મળી પાંચ સભ્યોએ કોર્ટમાં દાવો કર્યાે હતો. જેમાં ચૂંટણીપંચના જીનેશ શાહ સહિતના વ્યક્તિઓને પક્ષકાર બનાવાયા હતા. તે દાવો ચાલવા પર આવતા અદાલતે દાવો કરનાર સભ્યોની ઉમેદવારી ગેરકાયદેસર રીતે નામંજૂર કરવામાં આવી હોય તેમ નથી ત્યારે પોતાના અધિકાર માટે દાદ માંગવામાં આવી ન હોય ત્યારે કાયદાની જોગવાઈ મુજબ તેઓને દાવો દાખલ કરવાનું કોઈ કારણ રહેતું નથી તેમ જણાવી દાવો રદ્દ કરવાનો હુકમ કર્યાે છે.જોઆપનેઆપોસ્ટગમીહોયતોશેરકરો...Follow us:આજપ્રકારનીબીજીપોસ્ટમાટેઅમારીએપડાઉનલોડકરો.Android:https://rb.gy/surhtvApple ios:https://rb.gy/cee4r9Social Mediaઅમારાફેસબુકપેજનેલાઇકકરોઅનેમેળવોતમામઅપડેટસ.https://www.facebook.com/nobatdaily/ફોટોસ્ટોરીમાટેઅમારાઇન્સ્ટાગ્રામપેઈજનેફોલ્લોકરોhttps://www.instagram.com/nobatdaily?r=nametag

Google Follow Image