દેવભૂમિ દ્વારકામાં શિવપુરાણ જ્ઞાનયજ્ઞનો બહોળી સંખ્યામાં લાભ લઈ રહેલા ભાવિકો

Nobat | 5 days ago | 06-08-2022 | 04:10 pm

દેવભૂમિ દ્વારકામાં શિવપુરાણ જ્ઞાનયજ્ઞનો બહોળી સંખ્યામાં લાભ લઈ રહેલા ભાવિકો

પૂર્વ મંત્રી ડો. રણમલભાઈ વારોતરિયા પરિવાર દ્વારાદ્વારકા તા.૫ઃ શ્રાવણ માસ દરમ્યાન દ્વારકાનગરીમાં ગુજરાતના પૂર્વ મંત્રી રણમલભાઈ નાથાભાઈ વારોતરીયા પરિવાર દ્વારા શહેર મધ્યે શિવપુરાણ જ્ઞાનયજ્ઞનો બહોળી સંખ્યામાં શિવભકતો લાભ લઈ રહ્યા છે. તા. ૧ ઓગષ્ટથી પ્રારંભ થયેલ શિવપુરાણ જ્ઞાનયજ્ઞમાં વ્યાસપીઠેથી કથાવકતા ડો. મહાદેવપ્રસાદ મહેતા દ્વારા કથાનું રસમય શૈલીમાં મધુર રસપાન ઉપસ્થિત શ્રોતાગણને કરાવામાં આવી રહ્યું છે.આગામી તા. ૯ ઓગષ્ટ સુધી ચાલનારા જ્ઞાનયજ્ઞમાં દરરોજ સવારે ૯ થી બપોરે ૧ કલાક સુધી વિવિધ પ્રસંગો તા. ૧ ઓગષ્ટના પોથીયાત્રા, શિવકથા મહાત્મ્ય, તા. ૨ ઓગષ્ટે નિષ્કલ સ્વરૃપ પ્રાગટ્ય, ૩ જી ઓગષ્ટે રૃદ્રાક્ષ - ભસ્મ મહિમા, ૪ થી ઓગષ્ટે શીવ વિવાહ તેમજ નાગેશ્વર જયોતિર્લિંગમાં નૂતન ધ્વજારોહણ તેમજ કાનગોપી ટુપણી ગામની પ્રખ્યાત રાસમંડળી, લોટી ઉત્સવ, તા. ૫ વિવિધ શિવ અવતાર કથા યોજાયા પછી હવે તા. ૬ દ્વાદશ જયોતિર્લિંગ કથા, ૭ સન્યાસવિધિ વર્ણન, તા. ૮ શિવતત્ત્વજ્ઞાન નિરૃપણ જેવા પસંગો પછી કથા વિરામ થશે. આયોજક પરિવાર દ્વારા દરરોજ બપોરે પ્રભુપ્રસાદીનું પણ આયોજન કથાસ્થળ કૈલાસધામ, આહિર સમાજ વાડીમાં કરવામાં આવ્યું છે.શિવપુરાણ જ્ઞાનયજ્ઞ પ્રસંગે આશીવર્ચન પાઠવવા ઉપસ્થિત સંતગણમાં શારદાપીઠના શંકરાચાર્યજીના પરમશિષ્ટ બ્રહ્મચારી નારાયણાનંદજી મહારાજ, સંત રમેશભાઈ ઓઝા, મહંત દેવીપ્રસાદજી (જામનગર), કૃષ્ણમણીજી મહારાજ (જામનગર), ધર્મભુષણ સંત રાજેન્દ્રદાસબાપુ (તોરણીયા), મહંત ઝીણારામબાપુ (ભાવનગર), મહંત ધનસુખનાથબાપુ (મહાકાળી આશ્રમ, સાવરકુંડલા) સહિત રાજ્યભરમાંથી સંતો-મહંતો ઉપસ્થિત રહેનાર છે. ગઈકાલે પ્રથમ દિવસે શ્રી શિવ મહાપુરાણ કથા તેમજ પાર્થિવ શિવલિંગાર્યન કરાયા બાદ કથાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ભકતો પ્રભુપ્રસાદીનો લાભ લઈ શકે છે તેમ આયોજકોએ જણાવેલ છે.જોઆપનેઆપોસ્ટગમીહોયતોશેરકરો...Follow us:આજપ્રકારનીબીજીપોસ્ટમાટેઅમારીએપડાઉનલોડકરો.Android:https://rb.gy/surhtvApple ios:https://rb.gy/cee4r9Social Mediaઅમારાફેસબુકપેજનેલાઇકકરોઅનેમેળવોતમામઅપડેટસ.https://www.facebook.com/nobatdaily/ફોટોસ્ટોરીમાટેઅમારાઇન્સ્ટાગ્રામપેઈજનેફોલ્લોકરોhttps://www.instagram.com/nobatdaily?r=nametag

Google Follow Image