દાળિયા શેકતી વખતે ઈલેકટ્રીક ભઠ્ઠીમાંથી વીજ આંચકો લાગતા શ્રમિકનું નિપજ્યું મૃત્યુ

Nobat | 4 days ago | 05-08-2022 | 04:10 pm

દાળિયા શેકતી વખતે ઈલેકટ્રીક ભઠ્ઠીમાંથી વીજ આંચકો લાગતા શ્રમિકનું નિપજ્યું મૃત્યુ

લાખાબાવળમાં વીજશોક યુવકને ભરખી ગયોઃજામનગર તા. ૫ ઃ જામનગરના ખાદીભંડાર વિસ્તારમાં આવેલી દાળિયાની એક દુકાનમાં ગઈકાલે બપોરે દાળિયા શેકી રહેલા યુવાનને ઈલેકટ્રીક ભઠ્ઠીમાંથી વીજ આંચકો લાગતા તેઓનું મૃત્યુ નિપજ્યું છે. જ્યારે લાખાબાવળમાં પણ એક યુવકને વીજ આંચકો લાગ્યા પછી તેઓનું સારવારમાં મૃત્યુ થયું છે.જામનગરના બેડીનાકાથી દીપક ટોકિઝ વચ્ચેના રોડ પર આવેલા ખાદીભંડાર નજીકના સોહિલ દાળિયા સેન્ટરમાં દસેક વર્ષથી રાજપાર્કમાં સરદાર ચોકમાં વસવાટ કરતા હેમતસિંહ કાળુભા જાડેજા (ઉ.વ.૪૦) દાળિયા શેકવાનું કામ કરતા હતા. તેઓ ગઈકાલે બપોરે દુકાનમાં ઈલેકટ્રીક ભઠ્ઠી પર દાળિયા શેકી રહ્યા હતા ત્યારે કોઈ રીતે તેઓને ઈલેકટ્રીક શોક લાગતા તેઓનું મૃત્યુ નિપજ્યું હતું. મૃતકના નાનાભાઈ પ્રતાપસિંહ કાળુભા જાડેજાએ પોલીસને જાણ કરી છે. જમાદાર એમ.એમ. જાડેજાએ મૃતદેહને પી.એમ. માટે ખસેડ્યો છે.જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર આવેલ લાખાબાવળ ગામમાં એક મોબાઈલ ટાવર નજીક રહેતા ઈશાકભાઈ જુમાભાઈ ખીરા (ઉ.વ.૪૫) પોતાના ઘરમાં ગઈ તા.૩૧ના દિને ડ્રીલ મશીનથી કામ કરતા હતા ત્યારે તેઓને પણ વીજ આંચકો લાગતા સારવારમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓનું ગઈકાલે મૃત્યુ થયાનું આમદભાઈ જુમાભાઈ ખીરાએ પોલીસને જણાવ્યું છે.જોઆપનેઆપોસ્ટગમીહોયતોશેરકરો...Follow us:આજપ્રકારનીબીજીપોસ્ટમાટેઅમારીએપડાઉનલોડકરો.Android:https://rb.gy/surhtvApple ios:https://rb.gy/cee4r9Social Mediaઅમારાફેસબુકપેજનેલાઇકકરોઅનેમેળવોતમામઅપડેટસ.https://www.facebook.com/nobatdaily/ફોટોસ્ટોરીમાટેઅમારાઇન્સ્ટાગ્રામપેઈજનેફોલ્લોકરોhttps://www.instagram.com/nobatdaily?r=nametag

Google Follow Image