ક્રેડીટ કાર્ડમાંથી રકમ કપાત થતાં બેંક સામે કરાયેલી ફરિયાદમાં ગ્રાહકનો વિજય

Nobat | 6 days ago | 05-08-2022 | 04:10 pm

ક્રેડીટ કાર્ડમાંથી રકમ કપાત થતાં બેંક સામે કરાયેલી ફરિયાદમાં ગ્રાહકનો વિજય

વ્યાજ સાથે રકમ ચૂકવવા થયો આદેશઃજામનગર તા.૫ ઃ કાલાવડના વોડીસાંગના એક આસામીએ ખાનગી બેંક પાસેથી ક્રેડીટ કાર્ડ મેળવ્યા પછી તેમાંથી કેટલીક રકમ કપાત થઈ ગઈ હતી. તેને પરત મેળવવા ગ્રાહક તકરાર ફોરમમાં ફરિયાદ કરાઈ હતી. ફોરમે વ્યાજ સાથે તે રકમ ચૂકવવા બેંકને હુકમ કર્યાે છે.કાલાવડ તાલુકાના વોડીસાંગ ગામમાં વસવાટ કરતા પિયુષ નીતિનભાઈ સખીયાએ એચડીએફસી બેંક પાસેથી ક્રેડીટ કાર્ડ મેળવ્યું હતું જેમાંથી ગઈ તા.૧૯-૩-૨૦ના દિને રૃા.૧૭,૦૬૬ની રકમ કપાઈ જતાં પિયુષભાઈએ તાત્કાલિક બેંકના ક્રેડીટ કાર્ડ વિભાગને ફોન તથા ઈ-મેઈલથી જાણ કરી હતી અને તે રકમ સેટલ કરી આપવા વિનંતી પણ કરી હતી.આમ, છતાં તે રકમ જમા આપવાના બદલે બેંક દ્વારા ક્રેડીટ કાર્ડ જ બંધ કરી દેવામાં આવતા પિયુષભાઈએ વળતર મેળવવા જિલ્લા ગ્રાહક તકરાર નિવારણમાં ધા નાખી હતી. તે ફરિયાદ ચાલી જતા ફોરમના અધ્યક્ષ, સદસ્યને સેવામાં બેદરકારી રાખવામાં આવી હોવાનું માની અપાયેલી રકમ છ ટકા વ્યાજ સાથે ચૂકવવા અને ત્રાસ તથા ખર્ચ પેટે રૃા.૫ હજાર અલગથી આપવા આદેશ કર્યાે છે. ફરિયાદી તરફથી વકીલ મયુર કટારમલ રોકાયા હતા.જોઆપનેઆપોસ્ટગમીહોયતોશેરકરો...Follow us:આજપ્રકારનીબીજીપોસ્ટમાટેઅમારીએપડાઉનલોડકરો.Android:https://rb.gy/surhtvApple ios:https://rb.gy/cee4r9Social Mediaઅમારાફેસબુકપેજનેલાઇકકરોઅનેમેળવોતમામઅપડેટસ.https://www.facebook.com/nobatdaily/ફોટોસ્ટોરીમાટેઅમારાઇન્સ્ટાગ્રામપેઈજનેફોલ્લોકરોhttps://www.instagram.com/nobatdaily?r=nametag

Google Follow Image