ધ્રોલના જાયવા-સણોસરા પાસે એસિડનો નિકાલ કરાતા બે આસામી સામે ફોજદારી

Nobat | 4 days ago | 05-08-2022 | 04:10 pm

ધ્રોલના જાયવા-સણોસરા પાસે એસિડનો નિકાલ કરાતા બે આસામી સામે ફોજદારી

કાલાવડની ફેક્ટરીનું ડી-કંપોઝ થયેલું હતું એસિડઃજામનગર તા. ૫ ઃ જાયવા ગામ તરફના રોડ પર તેમજ સણોસરા ગામ પાસે ગયા સોમવારે રોડની કિનારીઓ પર એસિડ જેવું જલદ પ્રવાહી ઢોળાયેલું જોવા મળતા કોઈએ જીપીસીબીને જાણ કરી હતી. દોડી ગયેલા કચેરીના રીજીયોનલ ઓફિસરે હાથ ધરેલી તપાસમાં કાલાવડમાં આવેલી એક ફેક્ટરીના માલિકે એસિડ નિકાલ માટે એક શખ્સનો સંપર્ક કર્યા પછી તેણે રોડ પર એસિડ ઢોળી નાખ્યાનું ખૂલ્યું છે. બંને સામે ફોજદારી ફરિયાદ નોંધાવવામાં આવી છે.ધ્રોલ તાલુકાના જાયવા ગામથી સણોસરા ગામ વચ્ચે આવેલા રોડની સાઈડમાં કોઈ જલદ પ્રવાહી ઢોળવામાં આવ્યું હોવાની વિગતો જામનગર સ્થિત ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની કચેરીને મળતા રીજીયોનલ ઓફિસર કલ્પનાબેન એન. પરમાર તથા સ્ટાફ ગયા સોમવારે જાયવા પહોંચ્યા હતા.ત્યાં તેઓની ટૂકડીએ નિરીક્ષણ કરતા જાયવાથી સણોસરા વચ્ચેના રોડ પર સાઈડમાં એસિડનો કોઈએ નિકાલ કર્યાે હોવાનું જણાઈ આવ્યું હતું. તે પછી શરૃ કરાયેલી તપાસમાં રાજકોટના કાંતિભાઈ ગોપાલભાઈ સાવલીયા તથા વિજાપુરના કેતન નામના બે વ્યક્તિના નામ ઉપસી આવ્યા હતા.કાલાવડમાં પ્રેરણા લાઈફ સાયન્સ નામની ફેક્ટરી ચલાવતા કાંતિભાઈ સાવલીયાએ પોતાની ફેક્ટરીમાં ડી-કમ્પોઝ થઈ ગયેલા ઉપરોક્ત એસિડના જથ્થાના નિકાલ માટે વિજાપુરના કેતનનો સંપર્ક કર્યાે હતો. તે પછી કેતને ૨૦૦-૨૦૦ લીટરના સાત બેરલમાં તે એસિડ ભર્યા પછી જીજે-૨-એટી ૬૦૬૯ નંબરના નાના ટ્રકમાં તે એસિડનો નિકાલ સણોસરા ગામના રસ્તે અને સરમરીયા દાદાના મંદિરથી વાગુદળ જતા રસ્તા પર પાંચ બેરલ ઢોળી નાખ્યા હતા. તે સ્થળેથી માણસો તેમજ ઢોરની અવરજવર થતી હોય તેના કારણે જાનમાલનું નુકસાન થઈ શકે અને પર્યાવરણને પણ નુકસાન થાય તેમ જાણતા હોવા છતાં જલદ પ્રવાહીનો આ રીતે નિકાલ કરાતા રીજીયોનલ ઓફિસર કલ્પનાબેને ખુદ ફરિયાદી બની કાંતિભાઈ તથા કેતન સામે ધ્રોલ પોલીસ મથકમાં આઈપીસી ૨૭૮, ૨૮૪, ૩૩૬, ૧૧૪ તેમજ પર્યાવરણ સુરક્ષા અધિનિયમ ૧૯૮૬ કલમ-૧૫ (૧) હેઠળ ગુન્હો રજીસ્ટર કરાવ્યો છે.જોઆપનેઆપોસ્ટગમીહોયતોશેરકરો...Follow us:આજપ્રકારનીબીજીપોસ્ટમાટેઅમારીએપડાઉનલોડકરો.Android:https://rb.gy/surhtvApple ios:https://rb.gy/cee4r9Social Mediaઅમારાફેસબુકપેજનેલાઇકકરોઅનેમેળવોતમામઅપડેટસ.https://www.facebook.com/nobatdaily/ફોટોસ્ટોરીમાટેઅમારાઇન્સ્ટાગ્રામપેઈજનેફોલ્લોકરોhttps://www.instagram.com/nobatdaily?r=nametag

Google Follow Image