કલ્યાણપુરના ખાખરડાની સીમમાં ગંજીપાના કૂટતા નવ શખ્સ સામે ગુન્હો

Nobat | 4 days ago | 05-08-2022 | 04:10 pm

કલ્યાણપુરના ખાખરડાની સીમમાં ગંજીપાના કૂટતા નવ શખ્સ સામે ગુન્હો

રૃપિયા એક લાખ ઉપરાંતનો મુદ્દામાલ કરાયો જપ્તઃજામનગર તા.પ ઃ કલ્યાણપુરના ખાખરડા ગામની સીમમાં તળાવના કાંઠે ગઈકાલે સાંજે જાહેરમાં ગંજીપાના કૂટતા નવ શખ્સની પોલીસે ધરપકડ કરી રોકડ, મોબાઈલ, ત્રણ બાઈક સહિતનો રૃા.૧ લાખ ઉપરાંતનો મુદ્દામાલ ઝબ્બે લીધો છે.દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ખાખરડા ગામની પાનોર સીમમાં ગઈકાલે સાંજે જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમી પરથી કલ્યાણપુર પોલીસ મથકના સ્ટાફે પીએસઆઈ એફ.બી. ગગનિયાના વડપણ હેઠળ દરોડો પાડ્યો હતો.ત્યાંથી દિગ્વિજયસિંહ દોલુભા જાડેજા, રઘુવીરસિંહ દાજીભા જાડેજા, રામદેવસિંહ ભીખુભા જાડેજા, હરીશસિંહ વખતસિંહ જાડેજા, વનરાજસિંહ દિલુભા ગોહિલ, ઈન્દ્રસિંહ લખમણજી જાડેજા, લગધીરસિંહ પ્રભાતસિંહ જાડેજા નામના નવ શખ્સ તીનપત્તી રમતા મળી આવ્યા હતા. પટમાંથી રૃા.૨૭,૮૪૦ રોકડા, આઠ મોબાઈલ, ત્રણ મોટરસાયકલ મળી કુલ રૃા.૧,૦૭,૩૪૦નો મુદ્દામાલ કબજે કરાયો છે.જોઆપનેઆપોસ્ટગમીહોયતોશેરકરો...Follow us:આજપ્રકારનીબીજીપોસ્ટમાટેઅમારીએપડાઉનલોડકરો.Android:https://rb.gy/surhtvApple ios:https://rb.gy/cee4r9Social Mediaઅમારાફેસબુકપેજનેલાઇકકરોઅનેમેળવોતમામઅપડેટસ.https://www.facebook.com/nobatdaily/ફોટોસ્ટોરીમાટેઅમારાઇન્સ્ટાગ્રામપેઈજનેફોલ્લોકરોhttps://www.instagram.com/nobatdaily?r=nametag

Google Follow Image