ચડત ભરણપોષણના કેસમાં પતિને ૩૯ મહિનાની સજાનો કોર્ટનો હુકમ

Nobat | 5 days ago | 06-08-2022 | 04:10 pm

ચડત ભરણપોષણના કેસમાં પતિને ૩૯ મહિનાની સજાનો કોર્ટનો હુકમ

૩૯ મહિના સુધી ન ચૂકવ્યું ભરણ૫ોષણઃજામનગર તા. ૬ ઃ જામનગરના એક મહિલાએ પતિ પાસેથી ભરણપોષણ મેળવવા અદાલતમાં અરજી કર્યા પછી અદાલતે રૃા.૧૦ હજારની રકમ મંજુર કરી હતી. તે ચડત ભરણપોષણ ૩૯ મહિના સુધી નહીં ચૂકવાતા અદાલતમાં અરજી કરાઈ હતી. અદાલતે ચડત રકમ ચૂકવવામાં નિષ્ફળ ગયેલા પતિને ૩૯ મહિનાની કેદની સજા ફટકારી છે.જામનગરના ઈલાબેન ગોસાઈ નામના મહિલાના લગ્ન વર્ષ ૨૦૦૯માં રાજકોટના મિલનગીરી મુકેશગીરી ગોસાઈ સાથે થયા પછી પતિ ધંધા માટે દુબઈ ગયો હતો જ્યાં તેણે ચાર વર્ષ સુધી મામાના રેસ્ટોરન્ટમાં મેનેજર તરીકે ફરજ બજાવી હતી અને બે વર્ષ માટે રાજકોટ આવ્યો હતો. તે દરમિયાન મિલનગીરી દુબઈમાં બીજી યુવતી સાથે સંકળાયો હતો.રાજકોટ આવ્યા પછી તેણે પત્નીને છૂટાછેડા આપી દેવા માટે કહ્યું હતું પરંતુ ઈલાબેન તૈયાર ન થતા મારકૂટ કરી કાઢી મૂકવામાં આવ્યા હતા. તેથી તેણીને વર્ષ ૨૦૧૬માં ભરણપોષણ માંગતી અરજી કરતા ફેમિલી કોર્ટે રૃા.૧૦ હજારની રકમ મંજુર કરી હતી. તે રકમ ઓગણચાલીસ મહિના સુધી ન ચુકવાતા ઈલાબેને અદાલતમાં અરજી કરી હતી.તે અરજી ચાલી જતા જામનગરની અદાલતે ચડત ભરણપોષણ ચૂકવવામાં નિષ્ફળ ગયેલા પતિ મિલનગીરીને ૩૯ મહિનાની કેદની સજા ફટકારી છે. અરજદારણ તરફથી વકીલ વી.એચ. કનારા, ડી.એન. ભેડા, એસ.બી. વોરીયા, એસ.એસ. ડાંગર, વી.ડી. બારડ, એસ.એસ. ખાંભલા, વી.એસ. ખીમાણીયા, આર.એન. વસરા, આર.ડી. સીસોટીયા, જે.એમ. નંદાણિયા, આર.એ. સફીયા, કપિલ ગોસાઈ રોકાયા હતા.જોઆપનેઆપોસ્ટગમીહોયતોશેરકરો...Follow us:આજપ્રકારનીબીજીપોસ્ટમાટેઅમારીએપડાઉનલોડકરો.Android:https://rb.gy/surhtvApple ios:https://rb.gy/cee4r9Social Mediaઅમારાફેસબુકપેજનેલાઇકકરોઅનેમેળવોતમામઅપડેટસ.https://www.facebook.com/nobatdaily/ફોટોસ્ટોરીમાટેઅમારાઇન્સ્ટાગ્રામપેઈજનેફોલ્લોકરોhttps://www.instagram.com/nobatdaily?r=nametag

Google Follow Image