CM Kejriwal Gujarat: દિલ્હીના CM કેજરીવાલનો જામનગરમાં વેપારીઓ સાથે સંવાદ, વેપારીઓને આપી 5 ગેરંટી, જાણો

Abp News | 3 days ago | 06-08-2022 | 05:36 pm

CM Kejriwal Gujarat: દિલ્હીના CM કેજરીવાલનો જામનગરમાં વેપારીઓ સાથે સંવાદ, વેપારીઓને આપી 5 ગેરંટી, જાણો

જામનગર:  ગુજરાતમાં આ વર્ષના અંતમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. જેને લઈ તમામ પક્ષો અત્યારથી જ કામે લાગી ગયા છે. રાજકોટમાં વેપારીઓ સાથે સંવાદ કર્યા બાદ  દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે જામનગર પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે જામનગરમાં વેપારીઓ સાથે પણ સંવાદ કર્યો હતો. દિલ્હીના મુખ્યમંત્રીએ વેપારીઓને 5 ગેરંટી આપી હતી. વેપારીઓને  અરવિંદ કેજરીવાલની  5 ગેરંટી - ડર નો માહોલ ખતમ કરીશું- વેપારીઓને ઈજ્જત આપીશું, - રેડ રાજ બંધ  કરીશું,  કોઈ રેડ નહિ થાય વેપારીઓને ત્યાં- વેટ ના જૂના તમામ કેસો પૂર્ણ કરી અને તેના રિફન્ડ આપવામાં આવશે - વેપારીઓની એક બોડી બનાવીશું અને વેપારીઓને પાર્ટનર રાખવામાં આવશેમુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું,  કેટલાય વેપારીઓને ડરાવ્યા ધમકાવ્યા છતાં પણ તેઓ આ સંવાદમાં આવ્યા તેમના માટે આભાર.  હવે વિચારવાનો સમય છે કે 75 વર્ષમાં ઘણાં દેશ આગળ નીકળી ગયા છે આપને કેમ પાછળ છીએ.  ગુજરાતના લોકો વેપારીઓ અને ઉધોગપતિઓ મહેનતુ છે. કેજરીવાલે વધુમાં કહ્યું, ગંદી રાજનીતિનો શિકાર બની રહ્યા છે,  દેશની રાજનીતિ ઠીક કરવાની જરૂર છે. મે ક્યારેય વિચાર્યું નહોતું કે રાજનીતિમાં આવીશ. દિલ્હીમાં હોસ્પિટલો અને સરકારી સ્કૂલોની હાલત ખરાબ હતી પાંચ વર્ષમાં બદલાવ લાવીને બતાવી દીધો. ગુજરાતના મુખ્યમંત્રીને આમંત્રણ આપું છું કે આપ દિલ્હી આવો હું વેપારીઓને નહિ ધમકાવું.  પાટીલ અને સીએમને પણ વિનંતી કે આવો તમે પણ આ મિટિંગમાં વાતચીત કરીએ સાથે બેસીને.  વિચારોનુ આદાન-પ્રદાન કરવું જરૂરી છે.   હું અહી પહોંચ્યો તે પહેલાં જ વેપારીઓને જીએસટીએ ધમકાવ્યા આ બાબત યોગ્ય નથી. હું તમારી પાસે કોઈ ડોનેશન લેવા નથી આવ્યો. હું તમને ગુજરાતના વિકાસના પાર્ટનર બનાવાવા આવ્યો છું. લઠ્ઠાકાંડને લઈ ફરી કેજરીવાલે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. કેજરીવાલે કહ્યું,  ગુજરાતમાં જોઈ તેટલો દારૂ મળે છે, ઘરે આવીને જોઈએ તે બ્રાન્ડ મળે છે. કોણ ચાલવા દે છે આ દારૂના ધંધા.   લઠ્ઠાકાંડને લઈને સરકાર પર કેજરીવાલે પ્રહાર કર્યા છે. આજકાલ ફ્રી રેવડીની બહુ ચર્ચા થઈ રહી છે, વેપારીઓને ટેક્ષ સામે માત્ર ગાળો જ મળે છે.  ગુજરાત સરકાર પર સાડા ત્રણ લાખ કરોડનું દેણુ છે. અમારી સરકાર આવશે તો ઈમાનદારીથી કામ કરશે.  સારા વિચાર મળશે તમારા તરફથી તો તેના પર કાયદો બનાવીશું. 

Google Follow Image