જામનગરમાં મુખ્યમંત્રીઃ લમ્પીની સારવાર, ગૌવંશનું સાર્વત્રિક રસીકરણ-દેખભાળ અંગે તંત્રને તાકીદ

Nobat | 5 days ago | 06-08-2022 | 04:10 pm

જામનગરમાં મુખ્યમંત્રીઃ લમ્પીની સારવાર, ગૌવંશનું સાર્વત્રિક રસીકરણ-દેખભાળ અંગે તંત્રને તાકીદ

લમ્પી સારવાર કેન્દ્ર, વેક્સિનેશન સેન્ટર, રોગગ્રસ્ત ગૌધનના અલાયદા શેડ્સ, વાયરસ સેન્ટરની મુલાકાતઃ સમીક્ષા બેઠક યોજીજામનગર તા. ૬ઃ જામનગરમાં યોજાયેલા લમ્પી અંગેની સમીક્ષા બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તંત્રને જરૃરી સૂચનાઓ ઉપરાંત વિગતવાર માહિતી મેળવી હતી અને મૃતક પશુઓના નિકાલ સહિત સતત દેખભાળ, સાર્વત્રિક રસીકરણ અને તત્કાળ સારવાર માટે તંત્રને તાકીદ કરી હતી. તે પહેલાં તેઓએ લમ્પી સારવાર કેન્દ્રની મુલાકાત પણ લીધી હતી.જામનગર કલેક્ટર કચેરીનાં સભાખંડમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પશુપાલન વિભાગનાં વરિષ્ઠ અધિકારીઓ તથા જિલ્લાનાં ઉચ્ચ અધિકારીઓ સાથે લમ્પી સ્કિન ડીસીઝની સર્વગ્રાહી સમીક્ષા અર્થે બેઠક યોજી હતી. બેઠકમાં મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે પશુઓની સારવાર કે રસીકરણ બાદની સ્થિતિની પણ પૂરતી કાળજી લેવાવી જોઈએ. સરકાર દ્વારા રાજ્યમાંથી લમ્પી રોગને નાબૂદ કરવા તમામ પૂરતા પગલાંઓ લેવાયા છે તેમજ આ અંગે વહીવટી તંત્ર, પશુપાલન વિભાગ તથા આરોગ્ય વિભાગ દ્વારા શ્રેષ્ઠ કામગીરી થઈ રહી છે. મુખ્યમંત્રીએ બેઠકમાં અધિકારીઓને મૃત પશુઓના ઝડપી તથા યોગ્ય નિકાલ માટે તાકીદ કરી હતી તેમજ લમ્પી અસરગ્રસ્ત વિસ્તાર સિવાયના અન્ય વિસ્તારોમાં પણ સઘન રસીકરણ હાથ ધરવા સૂચના આપી હતી.આ તકે મુખ્યમંત્રીએ જામનગર શહેરી વિસ્તાર, નગરપાલિકા તથા ગ્રામીણ વિસ્તારોમાં લમ્પી સ્કીન ડિસીઝ અંગેની વિગતો મેળવી હતી તેમજ કંટ્રોલરૂમ પર આવતા સારવાર માટેના ફોન કોલ્સ તથા જિલ્લામાં ઉપલબ્ધ રસીકરણના ડોઝ વિશે પણ માહિતી મેળવી હતી. બેઠકમાં વિગતો આપતાં કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે જામનગર જિલ્લામાં લમ્પી વાયરસ પ્રસર્યો ત્યારથી જ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઉચિત આયોજનો કરી રોગ પર નિયંત્રણ લાવવા શ્રેષ્ઠ કામગીરી હાથ ધરવામાં આવી છે. તંત્રની જરૂરિયાત મુજબની તમામ માંગણીઓ પણ સરકાર દ્વારા પૂરી કરવામાં આવી છે.વાયરસ પર નિયંત્રણ આવે તે માટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે તેમજ તેમના માર્ગદર્શન હેઠળ મહદ અંશે રોગ પર કાબુ મેળવવામાં સફળતા પણ મળી છે. મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે ગૌમાતાની રક્ષા માટે સરકારે તમામ સંસાધનો કામે લગાવ્યા છે, જેના પરિણામે દેશના અન્ય રાજ્યો કરતા ગુજરાતની સ્થિતિ ઘણી સારી છે. રાજ્યમાં ૨૨ લાખથી વધુ પશુઓનું રસીકરણ પૂર્ણ કરાયું છે. રોગ ફેલાતો અટકે તે માટે અસરગ્રસ્ત વિસ્તારની પાંચ કિલોમીટરની ત્રિજ્યામાં પણ રસીકરણ કરવામાં આવી રહ્યું છે.જિલ્લા વિકાસ અધિકારી મિહીર પટેલ તથા મ્યુનિસિપલ કમિશ્નર વિજય ખરાડીએ મુખ્યમંત્રીને સંક્રમણની સ્થિતિ અને રાહત કામગીરીની વિગતો આપતા જણાવ્યું હતું કે જામનગર જિલ્લામાં ૩ મે, ૨૦૨૨ના રોજ પ્રથમ કેસ મળી આવ્યો ત્યારથી અત્યાર સુધી કુલ ૫૪૦૫ પશુઓ અસરગ્રસ્ત થયા છે જે પૈકી સઘન સારવારનાં પરિણામે જિલ્લામાં ૧૬૦૯ પશુઓ લમ્પીમુક્ત થયા છે જ્યારે હાલ ૩૬૯૨ પશુઓને સારવાર આપવામાં આવી રહી છે.અત્યાર સુધી થયેલી રસીકરણની વિગતો આપતા તેમણે ઉમેર્યું હતું કે જિલ્લાનાં ૧,૩૮,૦૦૦ ગાય સંવર્ગના પશુઓ પૈકી ૧,૧૦,૪૫૬ એટલે કે ૯૫ ટકા પશુઓને રસી આપી દેવાઈ છે. ખાનગી માલિકીના ૯૯% પશુઓનું રસીકરણ પૂર્ણ થઈ ચૂક્યું છે ત્યારે હવે બિનવારસી રખડતા પશુઓને રસીની ઝુંબેશ ચલાવી દૈનિક ધોરણે ૨ થી ૩ હજાર પશુઓને વેકસીનેટ કરવામાં આવી રહ્યા છે. જિલ્લામાં લમ્પી વાયરસને નિયંત્રિત કરવા રસીકરણ મહાઝુંબેશનું આયોજન કરી જિલ્લા પંચાયતની ૨૩ ટીમો તથા ૭૪ પશુચિકિત્સા અધિકારી, ૧૭ પશુધન નિરીક્ષકો, કામધેનું યુનિવર્સિટીનાં ૪ મદદનીશ પ્રાધ્યાપક, ૫ અનુસ્નાતક તબીબો તેમજ ૩૨ સ્નાતક તબીબો દ્વારા સઘન કામગીરી કરવામાં આવી હતી. રસીકરણ ઉપરાંત તેમ ણે લમ્પી વાઇરસના વાહક એવા માખી, મચ્છરના ઉપદ્રવને કાબુમાં લેવા માટે કાર્યરત આરોગ્ય વિભાગની ૩૪૪ ટીમો દ્વારા સ્વચ્છતા અને કીટક નિયંત્રણ માટે થઈ રહેલી કામગીરીની વિગતો પણ આપી હતી.આ બેઠકમાં રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા, ધારાસભ્ય શ્રી આર.સી.ફળદુ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, મેયર શ્રીમતી બીનાબેન કોઠારી, જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઈ ચનિયારા, ગૌસંવર્ધન સહકાર વિભાગના સેક્રેટરી ડો. કે.એમ.ભીમજીયાણી, કલેકટર ડો.સૌરભ પારઘી, કમિશનર વિજય ખરાડી, રીજયોનલ મ્યુનિસિપલ કમિશનર ડો. ધિમંતભાઈ વ્યાસ, પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ, પશુપાલન નિયામકશ્રી, અધિક કલેકટર એમ.પી.પંડ્યા, નાયબ કમિશનર વસ્તાણી, શહેર ભાજપ પ્રમુખ વિમલભાઈ કગથરા, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મૂંગરા વગેરે ઉપસ્થિતિ રહ્યા હતા.લમ્પી વાયરસ સારવાર કેન્દ્રની મુલાકાતમુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે જે લમ્પી વાયરસ સારવાર કેન્દ્રની મુલાકાત લીધી છે તે સેન્ટર જામનગર મહાનરપાલિકા દ્વારા રૃા. ૩૦ લાખના ખર્ચે ૫૦હજાર ચોરસફૂટની જગ્યામાં ઊભું કરવામાં આવ્યું છે. આ સેન્ટરમાં શહેરના લમ્પી વાયરસ અસરગ્રસ્ત પશુઓની સારવાર કરવામાં આવશે તેમજ વેક્સીનેશન અને પશુ એમ્બ્યુલન્સની સૂવિધા પણ ઊભી કરવામાં આવી છે. જ્યાં સુધી અસરગ્રસ્ત પશુ તંદુરસ્ત ન થાય ત્યાં સુધી તેના રહેઠાણ અને ખોરાકની વ્યવસ્થા અંગેની પણ આ સેન્ટર પર કાળજી લેવામાં આવશે.જામનગર જિલ્લામાં નોંધાયેલા ૧૩૮૧૭૬ પશુધન પૈકી અત્યાર સુધી ૧૧૦૪૫૬ પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. તેમજ અસરગ્રસ્ત તમામ ૫૪૦૫ પશુઓને પશુપાલન વિભાગ દ્વારા સારવાર આપવામાં આવી છે.મુખ્યમંત્રીની આ મુલાકાત દરમિયાન પશુપાલન, ગૌસંવર્ધન સહકાર વિભાગના સેક્રેટરી ડો. કે.એમ. ભીમજીયાણી, કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી રાઘવજીભાઈ પટેલ, રાજ્યમંત્રી બ્રીજેશભાઇ મેરજા, મેયર શ્રીમતી બીનાબેન કોઠારી, ધારાસભ્ય આર.સી.ફળદુ, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, કલેકટર ડો. સૌરભ પારઘી, કમિશ્નર વિજય ખરાડી, જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલ, પશુપાલન વિભાગના નાયબ નિયામક અને જામનગર જિલ્લાના નોડલ ઓફિસર ડો. અમિત કાનાણી, પશુપાલન વિભાગના અધિકારીઓ, જામનગર મહાનગપાલિકા તથા જિલ્લા વહીવટી તંત્રના પદાધિકારી, અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.જોઆપનેઆપોસ્ટગમીહોયતોશેરકરો...Follow us:આજપ્રકારનીબીજીપોસ્ટમાટેઅમારીએપડાઉનલોડકરો.Android:https://rb.gy/surhtvApple ios:https://rb.gy/cee4r9Social Mediaઅમારાફેસબુકપેજનેલાઇકકરોઅનેમેળવોતમામઅપડેટસ.https://www.facebook.com/nobatdaily/ફોટોસ્ટોરીમાટેઅમારાઇન્સ્ટાગ્રામપેઈજનેફોલ્લોકરોhttps://www.instagram.com/nobatdaily?r=nametag

Google Follow Image