Chhota Udepur : જનરલ હોસ્પિટલમાં ડોક્ટરે મહિલા દર્દી સાથે શારીરિક અડપલાં કર્યાના ગંભીર આરોપ

Abp News | 5 days ago | 06-08-2022 | 08:15 pm

Chhota Udepur : જનરલ હોસ્પિટલમાં ડોક્ટરે મહિલા દર્દી સાથે શારીરિક અડપલાં કર્યાના ગંભીર આરોપ

Chhota Udepur : છોટાઉદેપુરની જનરલ હોસ્પિટલમાં ડોક્ટરે મહિલા દર્દી સાથે શારીરિક અડપલાં કર્યાના ગંભીર આરોપ લાગ્યા છે. મળતી માહિતી મુજબ સ્ત્રી રોગ નિષ્ણાંત તબીબે મહિલા સાથે  શારીરિક અડપલાં કર્યા એવા ગંભીર આરોપો લાગ્યા છે. પીડિતાએ કહ્યું કે રૂમ બંધ કરી ડોક્ટરે તેની સાથે શારીરિક અડપલાં સાથે બળાત્કારનો પ્રયાસ કર્યો.તો સામે ડોક્ટરે કહ્યું કે તેમના પર ખોટો આરોપ લગાડવામાં આવ્યો છે. તબીબી પરિક્ષણના ભાગરૂપે માત્ર ચકાસણી કરતો હતો. ઘટનાને પગલે 181 , પોલીસ , આરોગ્ય અધિકારી ઘટના સ્થળે આવી ગયા હતા. આ મહિલા દર્દી પ્રસુતિ માટે દવાખાનામાં દાખલ હતી. મળતી માહિતી મુજબ મહિલાની ફરિયાદના આધારે આ ડોક્ટરની અટકાયત કરવામાં આવી છે. રાજકોટમાં કોરોના સાથે સ્વાઈન ફલૂનો કહેરરાજકોટ શહેરમાં કોરોના સાથે સ્વાઈન ફલૂનો કહેર પણ સામે આવ્યો છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ રાજકોટ શહેરમાં કોરોના અને સ્વાઈન ફલૂના કારણે બે દર્દીઓના મોત થયા છે. રાજકોટના શહેરના પશ્ચિમ ઝોન વિસ્તારમાં કોરોના અને સ્વાઇન ફલૂથી 1-1 દર્દીનું મોત થયુ છે, જોકે આરોગ્ય વિભાગે સત્તાવાર કેમ જાહેરાત ન કરી તેને લઈને સવાલો ઉભા થયા છે. રાજકોટમાં સ્વાઇન ફલૂના સાત દર્દીઓ હજી સારવારમાં છે, જેમાંથી બે દર્દીની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. રાજકોટમાં મિનરલ વોટરના બે સેમ્પલ ટેસ્ટિંગમાં ફેલ થયાબજારમાં મળતું મિનરલ વોટર પિતા પહેલા ચેતજો,આ મિનરલ વોટર પીવાથી ઝાડા-ઉલટી થઇ શકે છે. આવું અમે નહીં પણ રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગના અધિકારી કહી રહ્યાં છે. રાજકોટમાં મિનરલ વોટરના બે સેમ્પલ ટેસ્ટિંગમાં ફેલ થયા છે. બીસ્વીન અને બીસ્ટર બ્રાન્ડ મિનરલ વોટર બ્રાન્ડનો નમૂનો ફેઈલ થયો છે. રાજકોટ મહાનગરપાલિકાના  ફૂડ વિભાગે  બંને કમ્પનીઓના નમૂના પરીક્ષણ માટે મોકલ્યા હતા. બંને કમ્પનીનું શુદ્ધ કહેવાતું અને દેખાતું પાણી અશુદ્ધ નીકળ્યું છે. તારીખ 12-5-2022 ના રોજ આ પાણીના સેમ્પલ લેવામાં આવ્યાં હતા. હવે રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગે ઉત્પાદક અને વિક્રેતા ઉપર કાર્યવાહી કરવાની તૈયારી કરી છે.  

Google Follow Image