ડબાસંગ પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ તથા કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી

Nobat | 6 days ago | 05-08-2022 | 04:10 pm

ડબાસંગ પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ તથા કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી

જામનગર તા.૫ ઃ ડબાસંગ પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ તથા કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આંગણવાડી અને ધો.૧માં પ્રવેશપાત્ર બાળકોનું ૧૦૦ ટકા નામાંકન કરી દરેક બાળકોને ગુણવત્તાલક્ષી શિક્ષણ મળે તે આ કાર્યક્રમનો મુખ્ય હેતુ હતો.દાતા સ્વ. વીરચંદભાઈ પરબતભાઈ શાહ રામહાટે રાહતદરે શૈક્ષણિક સ્ટેશનરી આપી હતી. ધો.૧ના બાળકોને શૈક્ષણિક કીટ તથા વાર્ષિક પરીક્ષા-૨૦૨૨માં ધો.૧થી ૮માં પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન મેળવનાર વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી. દાતા શાહ રૃપેશભાઈ વીરચંદભાઈનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે શાળા પરિસરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતુંં આ પ્રસંગે પ્રાંત અધિકારી, લાલપુર, સરપંચ તથા વિશાળ સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય જગીશભાઈ બારોટ તથા શાળાના શિક્ષક પનારા પ્રદીપભાઈએ જહેમત ઉઠાવી હતી.જોઆપનેઆપોસ્ટગમીહોયતોશેરકરો...Follow us:આજપ્રકારનીબીજીપોસ્ટમાટેઅમારીએપડાઉનલોડકરો.Android:https://rb.gy/surhtvApple ios:https://rb.gy/cee4r9Social Mediaઅમારાફેસબુકપેજનેલાઇકકરોઅનેમેળવોતમામઅપડેટસ.https://www.facebook.com/nobatdaily/ફોટોસ્ટોરીમાટેઅમારાઇન્સ્ટાગ્રામપેઈજનેફોલ્લોકરોhttps://www.instagram.com/nobatdaily?r=nametag

Google Follow Image