જામનગરની હોટલના રિસેપ્શન પર ખુલ્લા ખાનામાંથી ચોરાઈ ગઈ રોકડ

Nobat | 4 days ago | 05-08-2022 | 04:10 pm

જામનગરની હોટલના રિસેપ્શન પર ખુલ્લા ખાનામાંથી ચોરાઈ ગઈ રોકડ

રૃા.૨૬,૪૮૦ની ચોરી થયાની પોલીસમાં ફરિયાદઃજામનગર તા.૫ઃ જામનગરના જી.જી. હોસ્પિટલ રોડ પર આવેલી ડાયમંડ માર્કેટ સ્થિત એક હોટલના રિસેપ્શનના ટેબલના ખુલ્લા ખાનામાંથી સપ્તાહ પૂર્વે રૃા.૨૬,૪૮૦ની રોકડ ચોરાઈ ગઈ હતી. જેની તે હોટલના પ્રબંધકે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જામનગરના પંડિત નહેરૃ માર્ગ પર આવેલી ડાયમંડ માર્કેટના બીજા માળે નવાનગર રેસીડેન્સી હોટલમાં ગઈ તા.૨૭ જુલાઈના દિને ચોરી થઈ હતી.આ દિવસે સાંજના ચાર વાગ્યા પહેલા હોટલના રિસેપ્શન પર આવેલા કોઈ શખ્સે રિસેપ્શનના ખુલ્લા ખાનામાંથી રૃા.૨૬,૪૮૦ની રોકડ સેરવી લીધી હતી. આ હોટલમાં મેનેજર તરીકે ફરજ બજાવતા કિશોરભાઈ પોલાભાઈ બલવાના ભાઈએ તે રોકડ ખાનામાં મૂકી હતી. ઉપરોક્ત ચોરીની ગઈકાલે કિશોરભાઈએ સિટી-બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પીએસઆઈ એસ.એમ. રાદડિયાએ આઈપીસી ૩૮૦ હેઠળ નોંધાયેલા આ ગુન્હાની તપાસ શરૃ કરી છે.જોઆપનેઆપોસ્ટગમીહોયતોશેરકરો...Follow us:આજપ્રકારનીબીજીપોસ્ટમાટેઅમારીએપડાઉનલોડકરો.Android:https://rb.gy/surhtvApple ios:https://rb.gy/cee4r9Social Mediaઅમારાફેસબુકપેજનેલાઇકકરોઅનેમેળવોતમામઅપડેટસ.https://www.facebook.com/nobatdaily/ફોટોસ્ટોરીમાટેઅમારાઇન્સ્ટાગ્રામપેઈજનેફોલ્લોકરોhttps://www.instagram.com/nobatdaily?r=nametag

Google Follow Image