તલાટી-કમ-મંત્રીઓ દ્વારા કામગીરીનો બહિષ્કાર

Nobat | 5 days ago | 06-08-2022 | 04:10 pm

તલાટી-કમ-મંત્રીઓ દ્વારા કામગીરીનો બહિષ્કાર

રાજય તલાટી મંડળ એલાન મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લામાંખંભાળીયા તા. ૬ઃ ગુજરાતના તલાટીમંત્રી મંડળ દ્વારા અપાયેલા વિવિધ પ્રશ્ને લડતના અનુસંધાને દ્વારકા જિલ્લાના ખંભાળીયા, દ્વારકા, કલ્યાણપુર તથા ભાણવડના ૧૪૩ જેટલા તલાટીમંત્રીઓ દ્વારા સામૂહિક રીતે કામગીરીનો બહિષ્કાર કરીને કામના સ્થળે પંચાયતોમાં જવાના બદલે એક સ્થળે બેસીને વિરોધ વ્યક્ત કરવાનો કાર્યક્રમ આજે પણ ચાલુ રહ્યો છે. જેમાં દરેક તાલુકાના મંડળોના હોદ્દેદારો, જિલ્લાના હોદ્દેદારો, રાજયના પ્રતિનિધિ તથા પ્રમુખ ઉમેશભાઈ પિંડારિયા સહિતના આગેવાનો જોડાયા છે. સતત કામના બહિષ્કારથી કામગીરી ઠપ્પની સ્થિતિ થઈ જતા લોકોને ભારે પરેશાની શરૃ થઈ છે. ગત્ તા. ૭-૯-ર૦ર૧ ના હડતાળનું એલાન કર્યુ હતું પણ સુખદ ઉકેલની બાંહેધરી અપાઈ હતી, તે પછી વારંવાર રજૂઆતો છતાં હજુ યોગ્ય ના થતા તા. ર-૮-ર૦રર થી કામગીરીનો બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે.જોઆપનેઆપોસ્ટગમીહોયતોશેરકરો...Follow us:આજપ્રકારનીબીજીપોસ્ટમાટેઅમારીએપડાઉનલોડકરો.Android:https://rb.gy/surhtvApple ios:https://rb.gy/cee4r9Social Mediaઅમારાફેસબુકપેજનેલાઇકકરોઅનેમેળવોતમામઅપડેટસ.https://www.facebook.com/nobatdaily/ફોટોસ્ટોરીમાટેઅમારાઇન્સ્ટાગ્રામપેઈજનેફોલ્લોકરોhttps://www.instagram.com/nobatdaily?r=nametag

Google Follow Image