મોદી સરકાર વિરૃદ્ધ કોંગ્રસનો બ્લેક ફ્રાય-ડેઃ રાહુલ-પ્રિયંકાની અટકાયત

Nobat | 4 days ago | 05-08-2022 | 04:10 pm

મોદી સરકાર વિરૃદ્ધ કોંગ્રસનો બ્લેક ફ્રાય-ડેઃ રાહુલ-પ્રિયંકાની અટકાયત

મોંઘવારી, બેરોજગારી, જીએસટી મુદ્દે રાષ્ટ્રપતિભવન તરફ કૂચ કરતા કોંગીજનોને અટકાવાયાઃ દેશવ્યાપી હલ્લાબોલઃ કાળા કપડામાં પ્રચંડ વિરોધનવી દિલ્હી તા. ૫ઃ કોંગ્રેસે આજે મોંઘવારી, જીએસટી, બેરોજગારીના મુદ્દે રાષ્ટ્રપતિ ભવન તરફ કૂચ કરતા કોંગીજનોને અટકાવાયા છે, અને કાળા કપડા પહેરી વિરોધ પ્રદર્શન કરી રહેલા રાહુલ ગાંધી-પ્રિયંકા સહિત કોંગીના દિગ્ગજ નેતાઓની અટકાયત કરાઈ છે. આ દરમ્યાન કોંગીજનો સાથે પોલીસને ઘર્ષણ પણ થયું હોવાના અહેવાલો છે. કોંગ્રેસે આજે મોદી સરકાર સામે દેશવ્યાપી હલ્લાબોલ કરી બ્લેક ફ્રાય-ડેની જાહેરાત કરી છે.મોંઘવારી, બેરોજગારી, જીએસટી અને તપાસ એજન્સીના દૂરૃપયોગના મુદ્દે કોંગ્રેસ આજે દેશભરમાં વિરોધ પ્રદર્શન કરી રહી છે. આ દરમ્યાન રાહુલ ગાંધીએ દિલ્હીમાં પ્રેસ-કોન્ફરન્સ કરી હતી. તેણે કહ્યું હતું કે આજે દેશમાં લોકશાહી નથી માત્ર સરમુખત્યારશાહી જ છે.રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે આજે ભારતમાં લોકશાહી નથીે લોકશાહી મરી ગઈ છે. આજે ચાર લોકોની સરમુખત્યારશાહી છે. અમે મોંઘવારી અને લોકોને શું વહેંચવામાં આવી રહ્યું છે એના પર બોલવા માગીએ છીએ. અમને સંસદ ભવનમાં બોલવા દેવામાં આવતા નથી. જે કોઈ વિરોધ કરે છે તેની ધરપકડ કરવામાં આવે છે. આજે હિન્દુસ્તાનની આ હાલત છે.રાહુલે કહ્યું કે, દેશમાં દરેક સંસ્થામાં આરએસએસનો માણસ બેઠો છે. તે સરકારના નિયંત્રણમાં છે, જ્યારે અમારી સરકાર હતી ત્યારે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ન્યુટલ હતું. અમે તેમાં દખલગીરી કરી નથી. આજે તે સરકાર પાસે છે. જો કોઈ વિરોધ કરે છે, તો કેન્દ્રિય તપાસ એજન્સીઓ તેની સામે મૂકવામાં આવે છે. લોકશાહીના મૃત્યુ વિશે તમને કેવું લાગે છે? જે લોકશાહીને ૭૦ વર્ષમાં બનાવવામાં આવી હતી, તેને આઠ વર્ષમાં જ ખતમ કરી દેવામાં આવી છે.તેમણે કહ્યું કે, મારી સમસ્યા એ છે કે હું સાચું બોલીશ, મોંઘવારી, બેરોજગારીના મુદ્દા ઊઠાવવાનું કામ કરીશ, જે ડરે છે તે ધમકાવે છે. આજે દેશની જે સ્થિતિ છે તેઓ તેનાથી ડરે છે. મોંઘવારી અને બેરોજગારીથી ડરે છે. તેઓ લોકોની શક્તિથી ડરે છે. કારણ કે તેઓ ર૪ કલાક ખોટું બોલે છે. હું જેટલું આ બધાની વિરૃદ્ધમાં બોલીશ તેટલા જ મારા પર હુમલા વધશે. તે ફક્ત અમારી સાથે જ નહીં, દરેકની સાથે થશે, જે કોઈપણ સરકાર વિરૃદ્ધ બોલે છે તેને કેન્દ્રિય એજન્સીઓ દ્વારા ડરાવવામાં આવે છે. લોકો હજુ આ વાત નથી સમજી રહ્યા, પરંતુ એક દિવસ તેઓ સમજી જશે.પેટ્રોલ-ડીઝલ અને ગેસના ભાવમાં સતત વધારો, તેમણે વધુમાં કહ્યું હતું કે આજે સૌથી વધુ બેરોજગારી ભારતમાં છે. પેટ્રોલ-ડીઝલ અને ગેસના ભાવમાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે, પણ નાણામંત્રીને આ દેખાઈ રહ્યું નથી? તમે દેશના કોઈપણ ગામ કે શહેરમાં જાઓ અને પૂછશો તો તે લોકો જણાવશે કે આજે મોંઘવારીમાં પિસાઈ રહ્યા છીએ, પણ સરકારને આ બધું દેખાતું નથી.આ દરમિયાન રાષ્ટ્રપતિ ભવન તરફ કૂચ કરવા પ્રયાસ કરી રહેલા દિગ્ગજ નેતાઓ સહિત પોલીસે કોંગીજનોની અટકાયત કરી લીધી છે. કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીની અટકાયત કરવામાં આવી છે. આ સાથે જ રાષ્ટ્રપતિ ભવન તરફ આગળ વધી રહેલા કોંગ્રેસના સાંસદોને પોલીસે અટકાવી દીધા છે. બીજી તરફ પ્રિયંકા ગાંધીએ બેરીકેટીંગ કુદીને આગળ વધવા જતા તેને અટકાવાયા હતા અને તેઓ સડક પર ધરણાં પર બેસી ગયા પછી તેઓની પણ અટકાયત કરાઈ હતી.દિલ્હીમાં ૨૪ અકબર રોડ સ્થિત કોંગ્રેસ હેડકવાર્ટરમાં ગુરૃવારે મોડી રાત્રે જ મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો મુખ્યાલયની બહાર એકઠા થઈ ગયા હતાં.વિરોધને જોતાં જંતર-મંતર વિસ્તારમાં કલમ ૧૪૪ લાગુ કરવામાં આવી છે. દિલ્હી પોલીસે કહ્યું હતું કે કાયદો અને વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે કહ્યું હતું કે સરકાર અમને મોંઘવારી સામે વિરોધ કરતા રોકવા માંગે છે.કોંગ્રેસે પણ પ્રદર્શનને લઈને રાજ્યોમાં રણનીતિ બનાવી છે. પાર્ટીના નેતાઓ રાજભવન સુધી કૂચ કરશે અને પછી રાજ્યપાલને આવેદનપત્ર આપશે. પ્રદર્શનનું મોનિટરિંગ માટે કોંગ્રેસ હેડકવાર્ટર ખાતે ખાસ ટીમ બનાવવામાં આવી છે. પાર્ટીએ બ્લોક-જિલ્લા સ્તરના કાર્યકરોને પણ હેડકવાર્ટર પર પ્રદર્શન કરવા જણાવ્યું છે.૪૦ સાંસદોની અટકાયત દેશભરમાં કોંગ્રેસના વ્યાપક પ્રદર્શનોનવી દિલ્હી તા. પઃ દેશના તમામ મોટા શહેરો, દિલ્હી મથકો તથા મહત્ત્વપૂર્ણ સ્થળો પર કોંગ્રેસના વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. કેટલાક સ્થળે પોલીસ સાથે ઘર્ષણના પણ અહેવાલો છે. પોલીસે સંખ્યાબંધ કોંગી નેતાઓ, કાર્યકરો, પ્રજાના પ્રતિનિધિઓ અને ૪૦ જેટલા સાંસદોની અટકાયત કરી હોવાનું જાણવા મળે છે.જોઆપનેઆપોસ્ટગમીહોયતોશેરકરો...Follow us:આજપ્રકારનીબીજીપોસ્ટમાટેઅમારીએપડાઉનલોડકરો.Android:https://rb.gy/surhtvApple ios:https://rb.gy/cee4r9Social Mediaઅમારાફેસબુકપેજનેલાઇકકરોઅનેમેળવોતમામઅપડેટસ.https://www.facebook.com/nobatdaily/ફોટોસ્ટોરીમાટેઅમારાઇન્સ્ટાગ્રામપેઈજનેફોલ્લોકરોhttps://www.instagram.com/nobatdaily?r=nametag

Google Follow Image