ખંભાળિયાના આસામીને ચેક પરતના કેસમાં એક વર્ષની કેદની ફટકારાઈ સજા

Nobat | 4 days ago | 05-08-2022 | 04:10 pm

ખંભાળિયાના આસામીને ચેક પરતના કેસમાં એક વર્ષની કેદની ફટકારાઈ સજા

રૃા.પ લાખનો દંડ ભરવા આદેશઃજામનગર તા.૫ઃ જામનગરના એક આસામીએ ખંભાળિયામાં જમીનનું કામકાજ કરતા આસામી સામે રૃા.૫ લાખના ચેક પરતની ફરિયાદ નોંધાવી હતી. તે કેસ ચાલી જતાં અદાલતે એક વર્ષની કેદ અને રૃા.૫ લાખનો દંડ ફટકાર્યાે છે.જામનગરમાં રહેતા અજીત કરીમભાઈ સંઘાર પાસેથી ખંભાળિયાના નરશી ભુવન પાસે વસવાટ કરતા અને જમીનની દલાલીનું કામ કરતા જદુરામ નથુરામ મેસવાણિયાએ રૃપિયા પાંચ લાખની રકમ હાથઉછીની લઈ પરત ચૂકવણી માટે ચેક આપ્યો હતો. તે ચેક બેંકમાંથી વગર વસૂલાતે પાછો આવ્યો હતો.ત્યારપછી અજીતભાઈએ નોટીસ પાઠવી હતી તેમ છતાં બાકી રકમ ચૂકવવામાં ન આવતા જામનગરની અદાલતમાં ફરિયાદ કરવામાં આવી હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપીને તક્સીરવાન ઠરાવી એક વર્ષની કેદની સજા તથા ચેકની રકમ મુજબનો દંડ ફટકાર્યાે છે. દંડ ભરવામાં ન આવે તો વધુ ત્રણ મહિનાની કેદ ભોગવવા આદેશ કરાયો છે. ફરિયાદી તરફથી વકીલ હેમલસિંહ પરમાર, સુમિત વડનગરા રોકાયા હતા.જોઆપનેઆપોસ્ટગમીહોયતોશેરકરો...Follow us:આજપ્રકારનીબીજીપોસ્ટમાટેઅમારીએપડાઉનલોડકરો.Android:https://rb.gy/surhtvApple ios:https://rb.gy/cee4r9Social Mediaઅમારાફેસબુકપેજનેલાઇકકરોઅનેમેળવોતમામઅપડેટસ.https://www.facebook.com/nobatdaily/ફોટોસ્ટોરીમાટેઅમારાઇન્સ્ટાગ્રામપેઈજનેફોલ્લોકરોhttps://www.instagram.com/nobatdaily?r=nametag

Google Follow Image