સોનિયા ગાંધીના સ્થાને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ બનશે અશોક ગેહલોત ?

Nobat | 3 days ago | 06-08-2022 | 04:10 pm

સોનિયા ગાંધીના સ્થાને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ બનશે અશોક ગેહલોત ?

પક્ષના પ્રમુખ પદેથી સોનિયાના રાજીનામાના વાવડઃનવી દિલ્હી તા. ૬ઃ સોનિયાએ અધ્યક્ષપદ છોડ્યું છે, અને ગેહલોંત પ્રમુખ બનશે, તેવા અહેવાલો વહેતા થયા છે.સૂત્રોને ટાંકીને એક અખબારી અહેવાલ મુજબ સોનિયા ગાંધીએ અધ્યક્ષપદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમની જગ્યાએ અશોક ગેહલોત રાષ્ટ્રીય અધ્યક્ષ બની શકે છે. અત્યારે અશોક ગેહલોત રાજસ્થાનના મુખ્યમંત્રી છે.ઉલ્લેખનિય છે કે, વર્ષ ર૦૧૯ માં લોકસભા ચૂંટણી હાર્યા પછી તત્કાલિન રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ હારની જવાબદારી સ્વીકારતા પદ પરથી રાજીનામું આપી દીધું હતું. જે પછી સોનિયા ગાંધીને ફરીથી વચગાળાના પ્રમુખ બનાવવામાં આવ્યા હતાં. આ પછી કોંગ્રેસની અંદર રાહુલ ગાંધીને ફરીથી અધ્યક્ષ બનાવવાની માંગ ઊઠી હતી, પરંતુ રાહુલે જવાબદારી લેવાનો ઈન્કાર કરી દીધો હતો. છેલ્લા ૩ વર્ષથી કોંગ્રેસના નેતાઓ સતત પૂર્ણ પ્રમુખની માંગણી કરી રહ્યા છે. સોનિયા ગાંધીની તબિયત સારી નથી. રાહુલ પછી આ જવાબદારી પ્રિયંકા ગાંધીને આપવાનું કહેવાયું હતું, પરંતુ આ બધુ હોવા છતાં કોંગ્રેસ હજુ સુધી પોતાના રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી કરી શકી નથી.આ વર્ષની શરૃઆતમાં કોંગ્રેસે કહ્યું હતું કે, તે ઓગસ્ટમાં તેના રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી કરશે. ચૂંટણી પહેલા કોંગ્રેસ રાજસ્થાનમાં મોટો ફેરફાર કરી શકે છે. અશોક ગેહલોતના સ્થાને સચિન પાયલોટને મુખ્યમંત્રી બનાવવામાં આવી શકે છે. ગેહલોતને દિલ્હી બોલાવી શકાય છે. નોંધનિય છે કે, રાજસ્થાનમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી છે. હાલમાં રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર છે અને તેની સામે સત્તા બચાવવાનો મોટો પડકાર છે.જોઆપનેઆપોસ્ટગમીહોયતોશેરકરો...Follow us:આજપ્રકારનીબીજીપોસ્ટમાટેઅમારીએપડાઉનલોડકરો.Android:https://rb.gy/surhtvApple ios:https://rb.gy/cee4r9Social Mediaઅમારાફેસબુકપેજનેલાઇકકરોઅનેમેળવોતમામઅપડેટસ.https://www.facebook.com/nobatdaily/ફોટોસ્ટોરીમાટેઅમારાઇન્સ્ટાગ્રામપેઈજનેફોલ્લોકરોhttps://www.instagram.com/nobatdaily?r=nametag

Google Follow Image