Abp News | 4 days ago | 05-08-2022 | 03:42 pm
Ahmedabad : અમદાવાદમાં એક વેપારીને ડેટિંગ એપ પર ચેટિંગ અને મહિલા સાથે મિત્રતા કરવું ભારે પડ્યું છે. ડેટિંગ એપ પરથી મિત્રતા કરી યુવતીએ વેપારીને હનિટ્રેપમાં ફસાવ્યો અને સંબંધ બનાવ્યો. સંબંધ બનાવ્યા બાદ આ યુવતીએ વવેપારી પાસેથી 5 લાખ રૂપિયાની માંગણી કરી હતી અને બ્લેકમેલીંગ કર્યું હતું. જયારે આ વેપારી અને યુવતી ઘરમાં હતા ત્યારે યુવતીના ઘરમાં પહેલેથી જ છુપાયેલા તેના એક મિત્રએ બંનેનો વિડીયો ઉતારી લીધો હતો. વેપારીએ પોલીસ ફરિયાદ નોંધાવતા ચાંદખેડા પોલીસે આ યુવતી અને તેના સાથીદાર મિત્ર બંનેની અટકાયત કરી આગળની કાર્યવાહી કરી હતી. અરવલ્લીના યુવકનું ભેદી સંજોગોમાં મોતઅરવલ્લી જિલ્લાના એક યુવાનનું ભેદી રીતે મોત થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ભિલોડાના ખોડંબા ગામના 24 વર્ષીય યુવાનનું ભેદી સંજોગામાં મોત થયું છે. તાવ આવ્યાના 24 કલાકમાં જ યુવાનનું મોત થતા અનેક સવાલો ઉઠ્યા છે. કોઈ ભેદી ઝેરી વાયરસનાં કારણે યુવાન કોમામાં સરી પડ્યો હતો. યુવકને પહેલા મોડાસા ત્યારબાદ અમદાવાદ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન યુવકનું મોત થયું. જો કે હાલમાં રિપોર્ટની રાહ જોવાઈ હી છે. રિપોર્ટ આવ્યા બાદ સ્પષ્ટ થશે કે યુવાનનું મોત કેવી રીતે થયું. યુવાનના અચાનક મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. યુવાનના મૃતદેહને અમદાવાદથી અરવલ્લી ખાતે લાવવામાં આવી રહ્યો છે.જામનગરના દર્દીનો મંકીપોક્સ રિપોર્ટ નેગેટિવ આવ્યો ગુજરાત માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. મન્કીપોકસ મામલે જામનગરમાં જે શંકાસ્પદ વ્યક્તિનો રિપોર્ટ કરવામાં આવ્યો હતો તે રીપોર્ટ નેગેટિવ આવ્યો છે. ગઈકાલે જ શંકાસ્પદ લક્ષણો બાદ સેંપલ ટેસ્ટિંગ માટે મોકલયુ હતું. દર્દીનો રીપોર્ટ નેગેટીવ આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. નોંધનિય છે કે ભારત સહિત વિશ્વના ઘણા દેશોમાં મન્કીપોકસ વાયરસે કહેર વર્તાવો છે. અમેરિકામાં મન્કીપોકસને લઈને ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે.