કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે લમ્પી અંગે સ્વયં માહિતી મેળવવા ગ્રામ્ય વિસ્તારોની લીધી મુલાકાત

Nobat | 4 days ago | 05-08-2022 | 04:10 pm

કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે લમ્પી અંગે સ્વયં માહિતી મેળવવા ગ્રામ્ય વિસ્તારોની લીધી મુલાકાત

લમ્પી વાયરસ સંદર્ભે અસરકારક કામગીરી બદલ મંત્રીનું થયું સન્માનઃજામનગર તા. પઃ કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે લમ્પી રોગ અસરગ્રસ્ત ગૌધનની સારવાર અંગે માહિતી મેળવવા ગૌશાળાઓની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે લમ્પી વાયરસ અસરગ્રસ્ત ગૌધનને આઈસોલેટ, વેક્સિનેશન તેમજ ગૌશાળામાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે સૂચનો કર્યા હતાં અને કહ્યું હતું કે, ગૌધનની સંભાળ રાખવી સૌ કોઈની ફરજ છે.રાજ્યના કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી રાઘવજીભાઈ પટેલે લમ્પી વાયરસ અસરગ્રસ્ત પશુઓની યોગ્ય રીતે કાળજી લેવામાં આવે તે અંતર્ગત જામનગર તાલુકાના વિવિધ ગામડાઓની ગૌશાળાઓ જેમાં ગોકુલપુરા ગૌશાળા, આલિયા ગામે આવેલ ગૌશાળા મંડળ ગૌશાળા, બાડા ગામની ગૌશાળા, સૂર્યપરા ગામે આવેલ ગૌશાળા તેમજ મોડા ગામની ગૌશાળાની મુલાકાત લીધી હતી, અને મંત્રીએ ગૌશાળાના માલિકો તેમજ સંચાલકો, પશુપાલકો અને પશુ ડોક્ટરોને ગૌવંશની યોગ્ય રીતે કાળજી લેવામાં આવે, પશુધનનું તાકીદે વેક્સિનેશન કરાવવા, ગૌશાળાઓમાં સ્વચ્છતા જાળવવા માટે તેમજ યોગ્ય રીતે દવાઓનો છંટકાવ કરવામાં આવે તે માટે સૂચનો કર્યા હતાં.ગૌશાળાની મુલાકાત દરમિયાન મંત્રીએ ગ્રામજનોને જણાવ્યું હતું કે, ગૌધનનું રક્ષણ કરવું એ આપણા સૌની ફરજ છે. સરકાર દ્વારા લમ્પી વાયરસ નિયંત્રણમાં આવે તે માટે અવિરત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પશુપાલન વિભાગ દ્વારા પણ મહા રસિકરણ ઝુંબેશ હાથ ધરી જામનગર જિલ્લાના તમામ ગામડાઓમાં ગૌધનનું રસિકરણ કરવામાં આવી રહ્યું છે જેથી કરી પશુઓમાં ફેલાયેલો આ રોગ જલદીથી નાબૂદ થાય.આ ઉપરાંત પશુપાલન વિભાગને ગામડાઓમાં પશુ એમ્બ્યુલન્સ મારફતે સારવાર કરવા અને જરૃરી દવાઓનો જથ્થો પૂરો પાડવા જણાવ્યું હતું. પશુપાલન વિભાગ દ્વારા લમ્પી વાયરસને લઈને થઈ રહેલ અસરકારક કામગીરી બદલ ગ્રામજનોએ મંત્રીનું સન્માન કરી આભાર વ્યક્ત કર્યો હતો. આ મુલાકાત દરમિયાન જિલ્લા પંચાયતના સદસ્ય મુકુંદભાઈ, પશુ દવાખાનાના ચિકિત્સકો, સરપંચો, પશુપાલકો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં.જોઆપનેઆપોસ્ટગમીહોયતોશેરકરો...Follow us:આજપ્રકારનીબીજીપોસ્ટમાટેઅમારીએપડાઉનલોડકરો.Android:https://rb.gy/surhtvApple ios:https://rb.gy/cee4r9Social Mediaઅમારાફેસબુકપેજનેલાઇકકરોઅનેમેળવોતમામઅપડેટસ.https://www.facebook.com/nobatdaily/ફોટોસ્ટોરીમાટેઅમારાઇન્સ્ટાગ્રામપેઈજનેફોલ્લોકરોhttps://www.instagram.com/nobatdaily?r=nametag

Google Follow Image