જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-૩૭૦ નાબૂદ થયા પછી ત્રણ વર્ષમાં ૧૭૪ જવાનો થયા શહીદ

Nobat | 4 days ago | 05-08-2022 | 04:10 pm

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-૩૭૦ નાબૂદ થયા પછી ત્રણ વર્ષમાં ૧૭૪ જવાનો થયા શહીદ

આજે પાંચમી ઓગસ્ટે આ કદમ ઊઠાવવાને ત્રણ વર્ષ પૂરાઃનવી દિલ્હી તા. પઃ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ નાબૂદ થયાને આજે ત્રણ વર્ષ પૂર્ણ થયા છે. કલમ ૩૭૦ હટાવ્યા પછી આતંકવાદી ઘટનાઓ ૯૩૦ ઘટનાઓ બની હતી, જે ૩૭૦ ને દૂર કર્યા પછી ઘટીને ૬૧૭ થઈ ગઈ છે.આ આતંકવાદી ઘટનાઓમાં ર૯૦ સૈનિકો શહીદ થયા હતાં અને ૩૭૦ લાગુ થયા પહેલા ૧૯૧ ના નાગરિકા માર્યા ગયા હતાં. કલમ ૩૭૦ નાબૂદ થયાના ૩ વર્ષ પછી ૧૭૪ સૈનિકો શહીદ થયા હતાં અને ૧૧૦ લોકો માર્યા ગયા હતાં. જમ્મુ-કાશ્મીરમાંથી બંધારણની કલમ ૩૭૦ નાબૂદ કરવાની વર્ષગાંઠના એક દિવસ પહેલા આતંકવાદીઓએ પુલવામામાં હુમલો કર્યો. આતંકવાદીઓએ ગ્રેનેડ ફેંકીને બિન-કાશ્મીરી મજૂરો પર હુમલો કર્યો. આ ઘટનામાં એક કામદારનું મોત થયું છે, જ્યારે ર લોકો ઘાયલ થયા છે, જે પછી સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો છે.અત્રે ઉલ્લેખનિય છે કે, કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે વર્ષ ર૦૧૯ માં પ ઓગસ્ટે જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી બંધારણની કલમ ૩૭૦ હટાવી દીધી હતી. વિપક્ષી પાર્ટીઓ કલમ ૩૭૦ ને હટાવવાનો સતત વિરોધ કરી રહી છે. પ્રાદેશિક પક્ષો પીડીપી અને નેશનલ કોન્ફરન્સ સતત કલમ ૩૭૦ ની પુનઃસ્થાપનાની માંગ કરી રહ્યા છે.પીડીપીના વડા મહેબુબા મુફ્તી સતત કહી રહ્યા છે કે, કલમ ૩૭૦ નાબૂદ થવાને કારણે કાશ્મીરની સ્થિતિ બગડી છે, જ્યારે નેશનલ કોન્ફરન્સના વડા ફારૃક અબ્દુલ્લા કહે છે કે, ભાજપે કલમ ૩૭૦ હટાવીને ભારતના ભાગલા પાડવાનું કામ કર્યું છે.જોઆપનેઆપોસ્ટગમીહોયતોશેરકરો...Follow us:આજપ્રકારનીબીજીપોસ્ટમાટેઅમારીએપડાઉનલોડકરો.Android:https://rb.gy/surhtvApple ios:https://rb.gy/cee4r9Social Mediaઅમારાફેસબુકપેજનેલાઇકકરોઅનેમેળવોતમામઅપડેટસ.https://www.facebook.com/nobatdaily/ફોટોસ્ટોરીમાટેઅમારાઇન્સ્ટાગ્રામપેઈજનેફોલ્લોકરોhttps://www.instagram.com/nobatdaily?r=nametag

Google Follow Image