જોડિયાના પીઠડ ગામમાં સર્પદંશ થતાં પરપ્રાંતિય તરૃણ પર પડ્યો કાળનો પંજો

Nobat | 5 days ago | 06-08-2022 | 04:10 pm

જોડિયાના પીઠડ ગામમાં સર્પદંશ થતાં પરપ્રાંતિય તરૃણ પર પડ્યો કાળનો પંજો

મોટર ચાલુ કરવા જતા કરડ્યો હતો સર્પઃજામનગર તા.૬ ઃ જોડિયાના પીઠડ ગામમાં ખેતમજૂરી માટે આવીને રહેતા મધ્યપ્રદેશના એક પરિવારના તરૃણને સપ્તાહ પૂર્વે ઝેરી સર્પ કરડી જતા તેને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો. આ તરૃણનું મૃત્યુ નિપજ્યું છે.જોડિયા તાલુકાના પીઠડ ગામમાં ખેતમજૂરી માટે બાબુભાઈ આંબાભાઈ કાસુન્દ્રાના ખેતરમાં આવીને રહેતા મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના અશોક વેરશીભાઈ મસાણીયા (ઉ.વ.૧૫) નામના તરૃણ ગઈ તા.૨૭ની સવારે ખેતરમાં પાણીની મોટર ચાલુ કરવા માટે ગયા હતા.આ વેળાએ મોટર પાસે છૂપાઈને બેસેલો પરભવનો વેરી સર્પ આ તરૃણને પગની આંગળીમાં દંશી ગયો હતો. ઝેરી અસર થવા લાગતા અશોકને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું ગઈકાલે મૃત્યુ થયું છે. તેના મોટાભાઈ રાહુલ મસાણિયાએ પોલીસને જાણ કરી છે. પોલીસે અપમૃત્યુ અંગે નોંધ કરી છે.જોઆપનેઆપોસ્ટગમીહોયતોશેરકરો...Follow us:આજપ્રકારનીબીજીપોસ્ટમાટેઅમારીએપડાઉનલોડકરો.Android:https://rb.gy/surhtvApple ios:https://rb.gy/cee4r9Social Mediaઅમારાફેસબુકપેજનેલાઇકકરોઅનેમેળવોતમામઅપડેટસ.https://www.facebook.com/nobatdaily/ફોટોસ્ટોરીમાટેઅમારાઇન્સ્ટાગ્રામપેઈજનેફોલ્લોકરોhttps://www.instagram.com/nobatdaily?r=nametag

Google Follow Image