કોમી એકતાની અનોખી મિસાલ ! માતાના મઢે જતા પદયાત્રીઓની મુસ્લિમ યુવાન કરી રહ્યો છે સેવા, જુઓ VIDEO

Tv9 | 2 days ago | 22-09-2022 | 04:55 pm

કોમી એકતાની અનોખી મિસાલ ! માતાના મઢે જતા પદયાત્રીઓની મુસ્લિમ યુવાન કરી રહ્યો છે સેવા, જુઓ VIDEO

Rajkot : નવરાત્રીને (Navratri 2022) હવે ગણતરીના દિવસો બાકી છે,આ પર્વ પર માતાના મઢ આશાપૂરાના દર્શન (Ashapura) કરવા માટે લાખો શ્રદ્ધાળુઓ (devotee) કચ્છ જતા હોય છે. લાખો લોકો માતાજીનાં દર્શન કરી ધન્યતા અનુભવે છે. ખાસ રીતે નોરતાના આઠમના વિસે કચ્છના રાજા ત્યાં યજ્ઞ કરે છે. હાલ પણ એમના વંશજો આઠમના વિસે માતાના મઢે યજ્ઞ યોજતા હોય છે.દરવર્ષ નવરાત્રીમાં માતાના મઢ જવાના રસ્તા પર પદયાત્રીઓની સેવા કરવા માટે કેમ્પ (Camp) લગાવવામાં આવે છે. જેમાં જમવાથી લઈને આરામ સુધીની તમામ વ્યવસ્થા ઉભી કરવામાં આવતી હોય છે.ત્યારે રાજકોટમાં આ સેવાયજ્ઞમાં એક અનોખી કોમી એકતા જોવા મળી છે.સોશિયલ મીડિયા પર હાલ એક વીડિયો આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. રાજકોટના મુસ્લિમ બિરાદર અહેસાનભાઈ ચૌહાણ કચ્છના માતાના મઢે ચાલીને જતા ભાવિકોના સેવાયજ્ઞમાં જોડાયા છે.તેઓ પદયાત્રીઓના હાથ-પગની મસાજ કરીને મદદ આપી રહ્યા છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.લોકો આ વીડિયો (Viral video) શેર કરી રહ્યા છે અને તેના પર પોતાની પ્રતિક્રિયા આપીને આ સેવાને બિરદાવી રહ્યા છે.Rajkot : કચ્છ માતાના મઢે જતા પદયાત્રીઓની મુસ્લિમ યુવાન દ્વારા કરવામાં આવી રહી છે સેવા #Kutch #Rajkot #Gujarat #TV9News pic.twitter.com/Hp4Qp13xEl— Tv9 Gujarati (@tv9gujarati) September 22, 2022આ વીડિયોમાં જોઈ શકાય છે કે, બાળકોથી લઈને વયોવૃધ્ધ સુધીના લોકોની અહેસાનભાઈ હાથ-પગનું મસાજ કરી સેવા આપી રહ્યા છે.અહેસાનભાઈએ જણાવ્યું હતું કે, હિન્દુ-મુસ્લિમ (Hindu- muslim) કોમી એકતા માટે બધા ભાવિકોની સેવા કરી રહ્યો છુ.આ સાથે દેશમાં હિન્દુ-મુસ્લિમ કોમી એકતા રહે અને લોકો માતાના મઢે જાય અને માતાના દર્શન કરે એવી મારી દુઆ છે. ત્યારે હાલ આ મુસ્લિમ યુવક કોમી એકતાનું અનોખુ ઉદાહરણ પુરૂ પાડી રહ્યો છે.(ઈનપૂટ ક્રેડિટ-મોહિત ભટ્ટ, રાજકોટ)

Google Follow Image