રાજ્યના 55 PIની કરાઈ બદલી, જાણો કોને ક્યાં મુકાયા ?

Abp News | 4 days ago | 05-08-2022 | 08:58 pm

રાજ્યના 55 PIની કરાઈ બદલી, જાણો કોને ક્યાં મુકાયા ?

રાજ્યમાં વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે પોલીસખાતમાં મોટાપાયે ફેરફાર કરવામાં આવી રહ્યા છે. રાજ્યમાં એક સાથે 55  PIની સામુહિક બદલી કરવામાં આવી છે. રાજયના  55 PIની અલગ-અલગ જિલ્લાઓમાં બદલી કરવામાં આવી છે. રાજકોટના પ્ર.નગર પોલીસ સ્ટેશનના ખુમાનસિંહ વાળાની મોરબી, એ.એસ.ચાવડાની ગીર સોમનાથ, રાજકોટ ગ્રામ્યના એસ.એમ.જાડેજાને સુરેન્દ્રનગરમાં બદલી કરવામાં આવી છે.આ ઉપરાંત જે.એમ.વાઘેલાને સીડીઓ ખાતે મુકવામાં આવ્યા છે.  રાજકોટ શહેરના 3 અને ગ્રામ્યના 1 પીઆઈની બદલી કરવામાં આવી છે. કચ્છ પશ્ચિમ, ભુજના બી.એમ.ચૌધરી (બદલી સીઆઇડી ક્રાઇમ), કચ્છ પશ્ચિમ, ભુજના આરડી ગોજીયાની અમદાવાદ ગ્રામ્યમાં બદલી કરવામાં આવી છે. જીઆર ગઢવી દેવભૂમિ દ્વારકાની અમદાવાદ શહેરમાં બદલી કરવામાં આવી છે. આવનારા સમયમાં હજુ પણ વધારે PIની બદલીઓ કરવામાં આવશે તેમ લાગી રહ્યું છે. IPS અધિકારીઓની પણ બદલીઓનું કાઉન્ટ ડાઉન શરૂ થઇ ચુકયું છે. તાજેતરમાં જ સરકારે એવો હુકમ કર્યો હતો કે એક જ જગ્યા પર ત્રણ વર્ષ કરતા વધુ સમયથી ફરજ બજાવતા અધિકારીની તાત્કાલીક બદલીઓ કરવામાં આવે. 1 થી 3 સપ્ટેમ્બર દરમિયાન તરણેતરના મેળા સાથે યોજાશે 17મોં ગ્રામીણ ઓલમ્પિક    આગામી  1 સપ્ટેમ્બર થી 3 સપ્ટેમ્બર 2022 દરમ્યાન સુરેન્દ્રનગરના તરણેતરમાં વિશ્વવિખ્યાત તરણેતરનો મેળો (Tarnetar Fair 2022) યોજાશે. તરણેતર ખાતે યોજાનાર લોકમેળામાં સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા 17મા ગ્રામિણ ઓલમ્પિકનું આયોજન કરવામાં આવ્યું છે. 1 સપ્ટેમ્બર થી 3 સપ્ટેમ્બર 2022 દરમ્યાન યોજાનાર આ ગ્રામિણ ઓલમ્પિકમાં પરંપરાગત રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તરણેતર ખાતે યોજાનાર લોકમેળામાં સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા 1 સપ્ટેમ્બર થી 3 સપ્ટેમ્બર 2022 દરમ્યાન 17મા ગ્રામિણ ઓલમ્પિકનું આયોજન કરવામાં આવ્યુ છે. આ ગ્રામિણ ઓલમ્પિકમાં ભાઇઓ માટે ટુંકી દોડ, લાંબીદોડ (4 X 100 મીટર રીલે દોડ), લાંબી દોડ 3000 મીટર, લાંબીકૂદ, ગોળા ફેંક, નારીયેળ ફેંક, કુસ્તી, વોલીબોલ, લંગડી, સ્લો સાયકલીંગ, મત્સ્યવેધ (આર્ચરી), કબડ્ડી, રસ્સા ખેંચ, લાકડી ફેરવવી , ખાંડના લાડવા ખાવાની હરીફાઇ, અશ્વ દોડ, બળદગાડા દોડ, અશ્વ હરીફાઇ રેવાલ જેવી રમતોનો સમાવેશ કરવામં આવ્યો છે. જ્યારે બહેનો માટે ટુંકી દોડ, લાંબી દોડ, (4X100 મીટર રીલે દોડ), 3000 મીટર દોડ, લાંબી કુદ, ગોળા ફેંક, વોલી બોલ ,કબડ્ડી, લંગડી, દોરડા કુદ (રોપ સ્કીંપીગ) માટલા દોડ, નારગોચું (નારગોલ) જેવી પરંપરાગત રમતોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. 

Google Follow Image