શંકરટેકરીમાં રહેણાંક મકાનમાંથી મળી આવી અંગ્રેજી શરાબની ૧૨૨ બોટલ

Nobat | 5 days ago | 06-08-2022 | 04:10 pm

શંકરટેકરીમાં રહેણાંક મકાનમાંથી મળી આવી અંગ્રેજી શરાબની ૧૨૨ બોટલ

બે સ્થળેથી ઝડપાઈ દેશી દારૃની ભઠ્ઠીઃજામનગર તા. ૬ ઃ જામનગરના શંકરટેકરીમાં આવેલા એક મકાનમાં ગઈકાલે એલસીબીએ દરોડો પાડી અંગ્રેજી શરાબની નાની મોટી મળી એક્સો બાવીસ બોટલ સાથે એક શખ્સની અટકાયત કરી છે. તેણે સાગરિતનું નામ આપ્યું છે. ઉપરાંત બે સ્થળેથી પોલીસે ભઠ્ઠી પકડી પાડી છે.જામનગરના શંકરટેકરી વિસ્તારમાં ગઈકાલે એલસીબી દ્વારા કરવામાં આવેલા પેટ્રોલિંગમાં સ્ટાફના ફિરોઝ ખફી, શિવભદ્રસિંહ જાડેજા, યશપાલસિંહ જાડેજાને બાતમી મળી હતી કે, સિદ્ધાર્થ કોલોનીમાં એક શખ્સના મકાનમાં અંગ્રેજી શરાબનો જથ્થો પડ્યો છે. તે બાતમીથી પીઆઈ કે.કે. ગોહિલને વાકેફ કરાયા પછી પીએસઆઈ આર.બી. ગોજિયાના વડપણ હેઠળ એલસીબી સ્ટાફે ગઈકાલે સાંજે દરોડો પાડ્યો હતો.ત્યાં આવેલા દીપ અનિલભાઈ સોંદરવા નામના શખ્સના મકાનમાં તલાશી લેવાતા ત્યાંથી ભારતીય બનાવટના અંગ્રેજી શરાબની ૧૨૨ બોટલ મળી આવી હતી. એલસીબીએ બોટલ, મોબાઈલ મળી કુલ રૃા.૨૬,૮૦૦નો મુદ્દામાલ કબજે કર્યાે છે. આરોપીની પ્રાથમિક પૂછપરછમાં તેણે પોતાના સાગરિત યશ ઉર્ફે ટપુ અનિલભાઈ સોંદરવાનું નામ આપ્યું છે. બંને સામે સિટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવાયો છે.જામનગરના દિગ્જામ સર્કલથી આગળ આવેલા બાવરીવાસમાં હંસાબેન જુગનુભાઈ વઢીયાર નામના મહિલાના મકાનમાં પોલીસે દરોડો પાડતા દેશી દારૃ બનાવવાની ભઠ્ઠી ઝડપાઈ ગઈ હતી. ત્યાંથી દસ લીટર તૈયાર દેશી દારૃ, સિત્તેર લીટર આથો અને ભઠ્ઠીના સાધનો મળી આવ્યા હતા.ત્યાં જ આવેલા રાજુ નનકુ કોળીના મકાનમાંથી પણ ભઠ્ઠી મળી આવી હતી. ત્યાંથી અઢાર લીટર દેશી દારૃ, ૧૨૦ લીટર આથો તથા ભઠ્ઠીના સાધનો કબજે કરવામાં આવ્યા છે.જોઆપનેઆપોસ્ટગમીહોયતોશેરકરો...Follow us:આજપ્રકારનીબીજીપોસ્ટમાટેઅમારીએપડાઉનલોડકરો.Android:https://rb.gy/surhtvApple ios:https://rb.gy/cee4r9Social Mediaઅમારાફેસબુકપેજનેલાઇકકરોઅનેમેળવોતમામઅપડેટસ.https://www.facebook.com/nobatdaily/ફોટોસ્ટોરીમાટેઅમારાઇન્સ્ટાગ્રામપેઈજનેફોલ્લોકરોhttps://www.instagram.com/nobatdaily?r=nametag

Google Follow Image